રૂપિયા 20 લાખનું નુકસાન થયાની પોલીસ ફરિયાદ નોંધાઇ
જામનગર જિલ્લાના જામજોધપુરમાં માર્કેટિંગ યાર્ડ નજીક આવેલી રાધિકા ઇન્ડસ્ટ્રીઝમાં ગઈકાલે આગ લાગી હતી, અને કપાસનો જથ્થો સળગી ઊઠ્યો હતો જેમાં રૂૂપિયા 20 લાખનું નુકસાન થયાની પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.
જામજોધપુરમાં તિરુપતિ સોસાયટીમાં રહેતા જયસુખભાઈ મોહનભાઈ વડાલીયા કે જેઓની માલિકીની માર્કેટિંગ યાર્ડ નજીક રાધિકા ઇન્ડસ્ટ્રીઝ આવેલી છેઝ જેમાં આશરે 5,090 મણ કપાસના પાલા રાખવામાં આવ્યા હતા, જેમાં ગઈકાલે કોઈપણ અગમ્ય કારણસર આગ લાગી હતી, અને આશરે 200 મણ જેટલો કપાસ નો જથ્થો સળગી ઉઠ્યો હતો. અને તેના કારણે અંદાજે રૂૂપિયા 20 લાખનું નુકસાન થયાનું જામજોધપુર પોલીસ મથકમાં જાહેર કરાયું હતું. જેના અનુસંધાને જામજોધપુરના પોલીસ હેડ કોન્સ્ટેબલ આર.કે કંડોરીયાએ બનાવના સ્થળે પહોંચી જઈ તપાસ શરૂ કરી છે.