પટમાં રાખેલો 35 ટન મરચાનો જથ્થો સળગી ગયો : ફાયર શાખાને મરચાની આગ બુઝાવવા ભારે કવાયત કરવી પડી
જામનગર નજીક હાપા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી મધુસુદન મસાલા નામની ફેક્ટરીમાં રવિવારે બપોરે 11.45 વાગ્યાના અરસામાં અકસ્માતે આગ લાગી હતી, અને આશરે 35 ટન જેટલો મરચા નો જથ્થો સળગી ઉઠ્યો હતો. ફાયર બ્રિગેડની ટુકડીએ ભારે જહેમત લઈને પાણીના ત્રણ ટેન્કરો વડે આગને કાબુમાં લઈ લીધી હતી, જેથી ફેક્ટરીની મશીનરી બચી ગઈ હતી.
આગ ના આ બનાવવાની વિગત એવી છે કે જામનગરના વેપારી હિરેનભાઈ કોટેચા વગેરેની માલિકીની હાપા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી મધુસુદન મસાલા નામની ફેક્ટરીમાં બહારના ભાગમાં આશરે 35 ટન જેટલો સુકા મરચા નો જથ્થો રાખવામાં આવ્યો હતો, જ્યાં કોઈપણ રીતે આગ લાગી હતી. જે આગ જોતજોતામાં ફેલાઈ ગઈ હતી, અને મરચાનો વિશાળ જથ્થો સળગી ઊઠતાં ધુમાડા ના ગોટેગોટા જોવા મળ્યા હતા, તેમ જ ખૂબ જ આંખોમાં બળતરા થાય તે પ્રકારે નું વાતાવરણ બની ગયું હતું. આગના આ બનાવ અંગેની ફાયર બ્રિગેડને જાણ કરાતાં ફાયર શાખાના સ્ટેશન ઓફિસર ઉમેશભાઈ ગામેતી પોતાના આઠ જેટલા ફાયર જવાનોને લઈને ઘટના સ્થળે દોડી ગયા હતા, અને અલગ-અલગ ત્રણ ફાયર ટેન્ડરની મદદથી આખરે સવા કલાકની જહેમત લઈને આગને કાબુમાં લઈ લીધી હતી.
મરચામાં આગ લાગી હોવાથી તેનો ધુમાડો નીકળ્યો હતો, અને આંખો બળે તેવી પરિસ્થિતિ હોવાથી ફાયર બ્રિગેડના સ્ટાફે ખાસ પ્રકારના ડ્રેસ પહેરી ને કામગીરી કરવી પડી હતી. સમયસર આગ કાબૂમાં આવી ગઈ હોવાથી કારખાનાની અંદરની મશીનરી વગેરેનો બચાવ થયો હતો.
આગની આ ઘટનાને લઈને કારખાનેદારને લાખો રૂૂપિયાનું નુકસાન થયું છે, અને ઢઆશરે 35 ટન જેટલો મરચાનો જથ્થો ભશ્મીભૂત થયો છે. જેની સર્વેની કામગીરી ચાલી રહી છે.
