દરેડમાં મહાદેવ પેકેજિંગના કારખાનામાં ભીષણ આગ લાગતા લાખોનું નુકસાન, જાનહાનિ ટળી

  ફાયરબ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો, કારખાનામાં રહેલો માલસામાન ખાખ જામનગરના દરેડ રેસિડેન્ટ વિસ્તારમાં વહેલી સવારે એક કારખાનામાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. મહાદેવ…

 

ફાયરબ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો, કારખાનામાં રહેલો માલસામાન ખાખ

જામનગરના દરેડ રેસિડેન્ટ વિસ્તારમાં વહેલી સવારે એક કારખાનામાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. મહાદેવ પેકેજિંગ નામના આ કારખાનામાં અચાનક આગ ભભૂકી ઉઠતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગની જાણ થતાં જ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જામનગર ફાયર બ્રિગેડના ચાર ફાયર ફાઈટર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબુ મેળવવા માટે પાણીનો મારો શરૂૂ કર્યો હતો. કારખાનાની અંદર રહેલો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો, જેના કારણે અંદાજે 50 લાખ રૂૂપિયાથી વધુનું નુકસાન થયું હોવાનું અનુમાન છે. ફાયર વિભાગની સમયસૂચકતાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી અને કોઈ જાનહાનિ થઈ ન હતી. ઘટનાસ્થળે ફાયર વિભાગ દ્વારા આગ લાગવાનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *