વીજ લાઈનના સ્પાર્કિંગથી આગ લાગ્યાનું અનુમાન
વાંકાનેરથી 15 કિ.મી. દૂર મીતાણા રોડ પર આવેલ ઈન્ડીયા કોટન ઈન્ડસ્ટ્રીઝમાં આજે બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં અચાનક કપાસના જથ્થામાં આગ લાગતા જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા અફરા તફરી મચીગઈ હતી. તાબળતોબ વાંકાનેર રાજકોટ, મોરબી, ફાયર બ્રિગેડ ટીમો જાણ કરતા ઉપરોક્ત ત્રણેય ગામના ફાયરો બ્રિગેડ ટીમો જાણ કરતા ઉપરોક્ત ત્રણેય ગામના ફાયરોએ દોઢ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળ થયા હ તાં. પ્રથમ નજરે જોતા બાજુમાંથી વીજ લાઈન પસાર થતી હોવાથી વીજ લાઈનો તાર તુટતા આગ લાગ્યાનું અનુમાન સેવાઈ રહ્યું છે. હાલ નુક્શાનીના અંદાજની આકરણી જાણવા મળી નથી. પણ મોટુ નુક્શાન થયાનું નજર સમક્ષ જણાઈ રહ્યું છે.
