જેતપુર હાઇવે ઉપર બુકાનીધારી લૂંટારૂ ત્રાટકયા, વેપારી ઉપર હુમલો કરી લૂંટનો પ્રયાસ

બે લાખની રોકડ સાથે નીકળેલા વેપારીને પાઇપ ઝીંકયો પણ નાસી છૂટતા બચાવ જેતપુરમાં મોબાઈલની દુકાન ચલાવતા વેપારી સ્કુટર ચલાવી જતા હતા ત્યારે રાજકોટ પોરબંદર નેશનલ…

બે લાખની રોકડ સાથે નીકળેલા વેપારીને પાઇપ ઝીંકયો પણ નાસી છૂટતા બચાવ

જેતપુરમાં મોબાઈલની દુકાન ચલાવતા વેપારી સ્કુટર ચલાવી જતા હતા ત્યારે રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે રોડ ધારેશ્વર ચોકડી હાઇવે ઉપર પહોંચતા ત્યાં બે અજાણ્યા બુક્કાનીધારી લુંટારૂૂએ હુમલો કર્યો હતો અને વેપારી પાસેથી રૂૂ.2 લાખની લુંટનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો આ મામલે પોલીસ ફરિયાદ નોધાતા પોલીસે વધુ તપાસ શરૂૂ કરી છે.

મળતી વિગતો મુજબ જેતપુર ભાદરના સામાકાંઠે હનુમાન મં દિર પાસે રહેતા અને ધારેશ્વર જી.આઈ.ડી.સી. જેતપુર ખાતે જય જલારામ મોબાઇલ નામની દુકાન ચલાવતા વેપારી ખુશાલભાઈ જેન્તીભાઈ મહેતા (ઉ.વ.26) ગઈ તા.10/03/20 26 ના રાતે 9/30 વાગ્યે દુકાન ના વેપારના પૈસા આશરે દોઢ થી બે લાખ રૂૂપિયા મારા બેગમાં મૂકી ઇલેક્ટ્રીક મો.સા. લઈ દુકા ન બંધ કરી ઘરે જતો હતો ત્યારે રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે રોડ ધારેશ્વર ચોકડી જેટકો ના ગેટ સામે હાઇવે ઉપર પહોંચતા ત્યાં બે અજાણ્યા ઇસમો મોઢે બુક્કાનીધારી હાથમાં લોખંડનો પાઇપ લઇ રોડની વચ્ચોવચ ડિવાઈડર પાસે ઉભેલા હતા.

જેમાંથી એક વ્યક્તિ એ તેના હાથમાં રહેલા લોખંડના પાઇપ વડે ખુશાલ ઉપર હુમલો કયો હતો. પૈસા ભરેલ થેલો પકડવાની કોશિશ કરી રૂૂક રૂૂક બોલેલ અને ખુશાલ ત્યાંથી પૈસાનો ભરેલો થેલા સાથે જી .આઈ.ડી.સી. ખાતે આવેલ તેની જય જલારામ મોબાઇલ નામની દુકાન ખાતે ભાગીને જતો રહે અને મો.સા. ત્યાં નેશનલ હાઈવે રોડ ઉપર છોડી દીધેલ હતી. રસ્તામાં મોટાભાઈ જીગ્નેશભાઈને બનાવ બાબતે જાણ કરેલ. જીગ્નેશભાઈ થોડીવારમાં ખુશાલ પાસે આવેલ અને 112 પીસીઆર વાહનને ફોન કરી બનાવવાળી જગ્યાએ બોલાવેલ અને બંને ભાઈઓ બનાવવાની જગ્યાએ ગયેલ અને ત્યાં જઈ જોયુ તો ખુશાલનું ઇલેક્ટ્રીક મો.સા. ચાલુ હાલતમાં રોડની વચ્ચે ડિવાઈડર પાસે પડેલું હતું.

અને લોખંડનો પાઈપ ત્યાં ડિવાઇડર ઉપર પડેલ હતો. ખુશાલને જેતપુર સરકારી દવાખાને સારવારમાં દાખલ કરવામાં આવેલ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે રોડ ધારેશ્વર ચોકડી હાઇવે ઉપર બનેલા આ બનાવ અંગે જેતપુર પોલીસ ઉપરાંત રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *