કેટરર્સ સંચાલક દંપતી સાથે રહેતી પરિણીતાનો દવા પી આપઘાતનો પ્રયાસ

દંપતી ધરાર સાથે રાખી પતિને મળવા નહીં દેતા હોવાનો આક્ષેપ શહેરના કણકોટના પાટિયા પાસે એકલવ્યનગરમાં રહેતી પરણીતાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર…

દંપતી ધરાર સાથે રાખી પતિને મળવા નહીં દેતા હોવાનો આક્ષેપ

શહેરના કણકોટના પાટિયા પાસે એકલવ્યનગરમાં રહેતી પરણીતાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પરણીતા કેટર્સ સંચાલક દંપતિ સાથે ચાર મહિનાથી રહેતી હોય અને તેના પતિને કેટરસ સંચાલક દંપતિ પતિને મળવા નહીં દેતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.

મળતી વિગતો મુજબ એકલવ્યનગરમાં રહેતી નિશા રાકેશભાઈ ખેતરિયા ઉ.વ.29એ પોતાના ઘરે ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. નિશાએ આપઘાતના પ્રયાસ અંગે પોલીસને જણાવ્યું કે, તેના લગ્નને 10 વર્ષ થયા છે. અને સંતાનમાં બે પુત્રો છે. તે છેલ્લા ચાર મહિનાથી કેટરર્સ સંચાલક હર્ષદ ચાવડા અને તેની પત્ની રેખા સાથે રહે છે.

પતિ સાથે નિશાને બનતું ન હોય જેથી તે આ દંપતિ સાથે રહે છે. નિશા તેના પતિ રાકેશને મળવા માંગતી હોય પરંતુ રેખા અને તેનો પતિ હર્ષદ તેને મળવા દેતા ન હોય આ બાબતે નિશાના પતિ રાકેશે ગત તા. 17-12ના રોજ પોલીસ કમિશનરને અરજી કરી હતી. જેમાં જણાવ્યું કે, તેની પત્ની નિશા ગત તા. 20-5-24ના રોજ કાર્તિક રાજપૂત નામના છોકરા સાથે ભાગી ગઈ હોય બે મહિના અને 15 દિવસ તે રોકાયા બાદ પાછી આવી હતી અને મરજીથી ગયેલી નિશાને તેના બે પુત્રોને રાકેશે અપનાવી લીધા હતાં.

પાંચ દિવસ રોકાયા બાદ ફરી નિશા ઘરમુકીને ભાગી ગઈ હતી. અને રાકેશના સબંધી હર્ષદ ચાવડા અને રેખાને ત્યાં છેલ્લા ચાર મહિનાથી રહે છે. રાકેશે આક્ષેપ કર્યો છે કે, પત્ની નિશાને રેખા અને હર્ષદ બન્ને ઘરકામ અને કેટરર્સના કામ કરાવે છે.

અને તેને ઘરે મોકલતા નથી અને પત્નીને લાલચ આપી બીજે લગ્ન કરાવી દેશું તેવી લાલચ આપે છે. આ બાબતે રાકેશની અરજીના આધારે મહિલા પોલીસે નિશા અને રાકેશની પુછપરછ માટે તેનું તેડુ મોકલ્યું હોય ત્યારે કોઈ કારણસર નિશાએ ઝેરી દવા પી લીધી હતી. જો કે, આ મામલેપોલીસે સત્ય હકીકત શું છે તે જાણવા વધુ તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *