જામજોધપુરના મહીકી ગામમાં જુગાર રમતા મહિલા સહિત પાંચ ઝડપાયા

રોકડ સહિતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના મહિકી ગામમાં પોલીસે જુગાર અંગે દરોડો પાડયો હતો, અને પાંચ સ્ત્રી પુરુષોની અટકાયત કરી લઇ…

રોકડ સહિતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના મહિકી ગામમાં પોલીસે જુગાર અંગે દરોડો પાડયો હતો, અને પાંચ સ્ત્રી પુરુષોની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે. જામનગર જિલ્લાના જામ જોધપુર તાલુકાના મહીકી ગામમાં ગઈકાલે પોલીસે જુગાર અંગે દરોડો પાડયો હતો, અને ગંજીપાના વડે જુગાર રમી રહેલા રંજનબેન રમેશભાઇ શિહોરા, જોશનાબેન હરસુખભાઇ સોનપરા, સાકરબેન ઘેલાભાઇ ગાગડીયા, શૈલેષભાઇ ઉર્ફે સાગર ભુપતભાઇ કુડેચા, જયદેવભાઇ સવજીભાઇ ભટાણીયા વગેરે ની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રોકડ રકમ અને જુગાર નું સાહિત્ય કબજે કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *