રાજકોટના શાપર-વેરાવળમાં પરિવાર સાથે મજુરી અર્થે આવેલી પરણીતાને તેનો પતિ દારૂૂના નશામાં મારકુટ કરી ત્રાસ ગુજારતો હોવાથી કંટાળેલી પરણીતાએ ઘરતર છોડી દીધું હતું. ગોંડલ બસસ્ટેશનમાં માસુમ બાળક સાથે રાત વિતાવનાર શ્રમિક મહિલાને ટીમ અભયમે આશ્રય અપાવ્યો હતો.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ ગોંડલ બસસ્ટેશનમાં એક મહિલા માસુમ બાળક સાથે બેઠા હોવાની અને તેણીને મદદની જરૂૂર હોવાની જાગૃત નાગરિક દ્વારા 181 મહિલા હેલ્પલાઈનમાં કોલ કરી મદદની માંગણી કરી હતી. જાણ થતાં જ ગોંડલ ખાતે કાર્યરત 181 મહિલા હેલ્પલાઈનમાં કાઉન્સીલર ભૂમિબેન કુવાડિયા, એએસઆઈ પરવાનાબેન અને પાયલોટ લક્ષ્મણભાઈ કોડિયાતર તાત્કાલીક વાન સાથે ગોંડલ બસસ્ટેશન ખાતે દોડી ગયા હતાં. 181ની ટીમે મહિલાનું કાઉન્સીલીંગ કરતા મહિલા મુળ મહારાષ્ટ્રના વતની છે. અને એકાદ વર્ષ પૂર્વે તેણીના લગ્ન થયા છ ે. અને હાલ તેણીને સંતાનમાં એક માસની બાળકી છે. મહિલા પતિ અને માસુમ બાળકી સાથે શાપર-વેરાવળમાં મજુરી કામ અર્થે આવી હતી. પરંતુ પતિ દારૂૂ પીવાની કુટેવ ધરાવતો હોવાથી દરરોજ બીભસ્ત ગાળો ભાંડી મારકુટ કરતો હતો.
પતિના ત્રાસથી કંટાળેલી પરણીતા માસુમ બાળકી સાથે ઘરેથી નિકળી ગઈ હતી અને ગોંડલ બસસ્ટેશન ખાતે પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું. 181 મહિલા હેલ્પલાઈન ટીમ દ્વારા પતિ સાથે સમાધાન કરાવવાનું કહેતા પરણીતાએ માવતરે જવાની જીદ પકડી હતી. જેથી 181 મહિલા હેલ્પલાઈન દ્વારા પરણીતાને માસુમ બાળકી સાથે ગોંડલ ખાતે શખીવનસ્ટોપ સેન્ટરમાં આશ્રય અપાવ્યો હતો. પરણીતાએ આશ્રો અપાવનાર ટીમ અભયમનો આભાર વ્યક્ત કર્યો હતો.
