જામનગરમાં સન સિટીમાં પરિણીતાનો ઝેરી દવા પી આપઘાત

પતિ સાથે બોલાચાલી થયા પછી આત્મઘાતી પગલું ભરી લીધું જામનગરમાં કાલાવડ નાકા બહાર મોરકંડા રોડ પર સનસિટી વિસ્તારમાં શેરી નંબર -3 માં રહેતી નાજીમાબેન અહેસાન…

પતિ સાથે બોલાચાલી થયા પછી આત્મઘાતી પગલું ભરી લીધું

જામનગરમાં કાલાવડ નાકા બહાર મોરકંડા રોડ પર સનસિટી વિસ્તારમાં શેરી નંબર -3 માં રહેતી નાજીમાબેન અહેસાન ભાઈ ઉંમરભાઈ સંઘાર નામની 44 વર્ષની મુસ્લિમ પરણીતાએ પોતાના ઘેર જંતુનાશક દવા પી લઈ આપઘાત નો પ્રયાસ કરતાં તેણીને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન ગઈકાલે તેણીનું મૃત્યુ નિપજ્યું છે.

પોતે તામસી સ્વભાવની હતી, અને ઘુસ્સામાં આવી જઈ પોતાના પતિ સાથે જમતી વખતે ઝઘડો થતાં મનમાં લાગી આવવાથી આ પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે.

મૃતકના પતિ અહેસાનભાઈ ઉંમરભાઈ સંઘારે પોલીસને જાણ કરતાં સીટી એ. ડિવિઝનના એસ.આઇ. ડી.વી. પરમારે જી.જી. હોસ્પિટલમાં દોડી જઇ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *