કાલાવડમાં બુઝુર્ગને ચાલુ બાઈકે હુમલો આવતા મોત

જામનગર જિલ્લાના કાલાવડમાં ગીતા મીલ પાછળ ખોડીયારપરા વિસ્તારમાં રહેતા ટપુભા ઘેલુભા વાળા નામના 65 વર્ષના બુઝુર્ગ, કે જેઓ ગઈકાલે પોતાનું બાઈક લઈને મછલીવડ ગામ થી…

જામનગર જિલ્લાના કાલાવડમાં ગીતા મીલ પાછળ ખોડીયારપરા વિસ્તારમાં રહેતા ટપુભા ઘેલુભા વાળા નામના 65 વર્ષના બુઝુર્ગ, કે જેઓ ગઈકાલે પોતાનું બાઈક લઈને મછલીવડ ગામ થી કાલાવડ પોતાના ઘેર પરત ફરી રહ્યા હતા, જે દરમિયાન રસ્તામાં તેઓને ચાલુ બાઈકમાં એકાએક હાર્ટ એટેક આવી ગયો હતો, અને બાઇક પરથી નીચે પટકાઈ પડ્યા હતા, જેથી તેઓને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જયાં ફરજ પરના તબીબે તેઓનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતક ના પુત્ર શક્તિસિંહ ટપુભા વાળાએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્યના પોલીસ હેડ કોન્સ્ટેબલ જી.આર ચાવડા બનાવના સ્થળે અને ત્યારબાદ કાલાવડ ની સરકારી હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *