બફાટ કરનાર ભાજપ નેતાઓ સામે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

રાજકોટ મનપાના કોર્પોરેટર અને મધ્યપ્રદેશ સરકારના મંત્રી સામે કડક કાર્યવાહી કરવા ઉગ્ર માગણી પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશભાઇ રાજપૂતની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટીના મધ્યપ્રદેશ રાજ્યના…

રાજકોટ મનપાના કોર્પોરેટર અને મધ્યપ્રદેશ સરકારના મંત્રી સામે કડક કાર્યવાહી કરવા ઉગ્ર માગણી

પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશભાઇ રાજપૂતની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટીના મધ્યપ્રદેશ રાજ્યના મંત્રી વિજય શાહ અને રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટર ચેતન સુરેજા સામે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી વિભાગના કાર્યકારી પ્રમુખ મહેશભાઇ રાજપૂતે જણાવ્યુ છે કે સમગ્ર ભારત દેશની જનતા જ્યારે ભારત દેશના વારિષ્ઠ સૈન્ય અધિકારી કર્નલ સોફિયા કુરેશીને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી રહી છે ત્યારે ભાજપના મધ્યપ્રદેશ રાજ્યના મંત્રી વિજય શાહએ ભારત દેશની જાબાજ દીકરી ઉપર અપમાનજનક શબ્દો ઉચ્ચાર્યા છે ત્યારે મધ્યપ્રદેશ હાઈકોર્ટે પણ ફક્ત 4 કલાકમાં એફ.આઇ.આર. નોંધવા અને ગુન્હો દાખલ કરવા હુકમ કરેલ છતાં ભાજપ સરકાર શા માટે મૌન છે ? સમાન્ય વ્યક્તિ કે ભાજપ સિવાયના અન્ય રાજકીય પક્ષના આગેવાને જો વિજય શાહ જેવા શબ્દો ઉચ્ચારી અને ભારતની દીકરીનું અપમાન કર્યું હોત તો તાત્કાલિક સેક્ધડમાં ગુન્હો દાખલ થઈ ગ્યો હોત અને ધરપકડ પણ મોટી મોટી કલમો લગાડી કરી લીધી હોત ભાજપની બેવડી નીતિઓ ક્યાં સુધી ભારતની પ્રજાએ સહન કરવાની છે ? વિજય શાહ સામે સુપ્રીમ કોર્ટે પણ આકરી ટીકા કરી છે પણ પડની છાતી વાડા ચુપકીદી સાધી છે ?

રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના કોર્પોરેટર ચેતન સુરેજા એ સોસિયલ મીડિયામાં એક મેસેજ મૂક્યો હતો કે 240 સીટમાં આટલું જ યુધ્ધ જોવા મળે આખું યુધ્ધ જોવા 400 સીટ આપવી પડે! ભાજપ કોર્પોરેટર ચેતન સુરેજાએ ચેષ્ટા કરી છે અને ભારત દેશના નાગરિકોનું અને સૈન્યનું અપમાન કર્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *