જેતપુરમાં પોસ્ટના પાર્સલમાં મંગાવેલ રૂા.2.65 લાખનો ગાંજો ઝડપાયો

ગુજરાતમાં અન્ય રાજયમાંથી થતી માદક પદાર્થોની હેરાફેરીનો રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે પર્દાફાશ કર્યો છે. એસઓજીના આ ઓપરેશનથી ફરી એક વખત મોટા પ્રમાણમાં ગાંજાની હેરાફેરી થતી…

ગુજરાતમાં અન્ય રાજયમાંથી થતી માદક પદાર્થોની હેરાફેરીનો રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે પર્દાફાશ કર્યો છે. એસઓજીના આ ઓપરેશનથી ફરી એક વખત મોટા પ્રમાણમાં ગાંજાની હેરાફેરી થતી અટકાવવામાં આવી છે. જેતપુર પોસ્ટ ઓફીસમાં પાર્સલ મારફતે આવેલ રૂૂ.2.65 લાખનો ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે ત્રણ શખ્સોના નામ ખુલ્યા છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા છ મહિનામાં પાર્સલ મારફતે માદક પદાર્થોની ઘૂસણખોરી અંગે એસઓજીએ તપાસ શરૂૂ કરી છે.

મળતી વિગતોમુજબ રાજકોટ જિલ્લામાં ગેરકાયદેસર માદક પદાર્થો અને ડ્રગ્સની હેરાફેરી સામે જિલ્લા પોલીસ દ્વારા અત્યંત કડક અને સઘન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળSAY NO TO DRUGS હિમને સાર્થક કરતી એક મોટી સફળતા રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.ને મળી છે. જેતપુર તાલુકાના જેતલસર ગામની પોસ્ટ ઓફિસમાંથી ઓરિસ્સા રાજ્યથી પાર્સલ દ્વારા મંગાવવામાં આવેલ અંદાજે 5 કિલોથી વધુનો ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.

રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી. શાખાના પી.આઈ એફ.એ. પારગી અને તેમની ટીમને જૂનાગઢ જિલ્લા એસ.ઓ.જી. તરફથી ચોક્કસ બાતમી મળી હતી કે જેતપુર તાલુકાના જેતલસર ગામમાં આવેલી પોસ્ટ ઓફિસમાં ઓરિસ્સા રાજ્યમાંથી ગાંજાનું એક શંકાસ્પદ પાર્સલ બુક થઈને આવનાર છે. આ બાતમીને ગંભીરતાથી લઈને એસ.ઓ.જી. શાખાની ટીમે તાત્કાલિક જેતલસર પોસ્ટ ઓફિસ ખાતે વોચ ગોઠવીને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ઓરિસ્સાથી આવેલું આ પાર્સલ વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનું હોવાનું ખુદ પૂરવાર થયું હતું.

આ ઓપરેશન દરમિયાન એસ.ઓ.જી. પોલીસ દ્વારા કુલ 5 કિલો 316 ગ્રામ વજનનો ગાંજો કબ્જે હતો. પકડાયેલા આ પ્રતિબંધિત ગાંજાની કુલ કિંમત રૂૂપિયા 2,65,800 આંકવામાં આવી છે. ઓરિસ્સા રાજ્યમાંથી ગાંજાનું આ ગાંજાનો જથ્થો મોકલનાર અને પાર્સલ મંગાવનાર અંગે તપાસ કરતા જાણવા મળ્યું કે જૂનાગઢ ગીરનાર દરવાજા, ગણેશનગર, વડલી ચોક શેરીમાં રહેતો અમીત ઉર્ફે ચેમ્પીયન ધીરૂૂભાઇ રાઠોડે આ પાર્સલ મંગાવ્યું હતું. અને ઓરિસ્સાથી રૂૂપારા રોડ ઉપર રહેટા ગોપી દાદા અને સંજયે આ પાર્સલ જેતપુર મોકલ્યું હતું. પોલીસે આ તમામ સામે ગુનો દાખલ કરી આગળની સઘન તપાસ શરૂૂ કરી છે. ઓરિસ્સાથી આ પાર્સલ કોણે મોકલ્યું હતું અને સ્થાનિક કક્ષાએ કોણ-કોણ સંકળાયેલું છે તે દિશામાં પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.

તેમજ રાજકોટ જીલ્લાના જેતપુર,ઉપલેટા, ગોંડલ અને ધોરાજી વિસ્તારની તમામ પોસ્ટ ઓફીસ ખાતે એસઓજીની ટીમે તપાસ શરૂૂ કરી છે. એસ.ઓ.જી. શાખાના પી.આઈ એફ.એ. પારગી, પીએસઆઈ જે.જી. ઝાલા, પીએસઆઈ પી.બી. મિશ્રા તેમજ એ.એસ.આઈ. પરબતભાઇ શામળા, ફિરોજભાઇ બ્લોચ, વિપુલભાઇ ગુજરાતી, રૂૂપકબહાદુર બોહરા, પોલીસ હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ હરદેવસિંહ જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ નિર્મળસિંહ ચુડાસમા, રઘુભાઇ ત્રકટા, કલ્પેશભાઇ કોઠીવાર, નવદીપભાઇ બાબરીયા અને ડ્રાઈવર પોલીસ હેડ કોન્સ્ટેબલ નરશીભાઇ બાવળીયાએ કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *