પેડલરની પૂછપરછમાં પ્રથમ વખત હાઈબ્રીડ ગાંજાનું આંતરરાષ્ટ્રીય કનેકશન ખુલે તેવી શકયતા
રાજકોટમાં પ્રથમ વખત એસઓજીની ટીમે જે.કે.ચોક પુષ્કરધામ રોડ ઉપરથી એસઓજીની ટીમે રૂૂ.2.42 લાખના 69.380 ગ્રામ હાઈબ્રીડ ગાંજા સાથે શેરબ્રોકરની ધરપકડ કરી હતી. રાજકોટમાં હાઈબ્રીડ ગાંજો પ્રથમ વખત પકડાયો હોય યુવાનોમાં હવે હાઈબ્રીડ ગાંજાની માંગ વધતા પેડલરે હાઈબ્રીડ ગાંજાનો મોટો જથ્થો મંગાવ્યો હોવાનું તપાસમાં જાણવા મળ્યા બાદ એસઓજીની ટીમે પેડલરના ઘરે દરોડો પાડી તપાસ કરતા ત્યાંથી વધુ 10 લાખનો હાઈબ્રીડ ગાંજો મળી આવ્યો હતો.
રાજકોટના ઈતિહાસમાં પ્રથમ વખત હાઈબ્રીડ ગાંજો પકડાયો હોય આટલા મોટા પ્રમાણમાં પકડાયેલ હાઈબ્રીડ ગાંજાની આ તપાસમાં આંતરરાષ્ટ્રીય નાર્કોટિક્સ રેકેટનો પર્દાફાશ થાય તેવી શક્યતા છે તેમજ આ નેટવર્કના તાર ગુજરાત બહાર સુધી જોડાયેલા હોવાની શંકા છે.
મળતી વિગતો મુજબ પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય મંડલીક, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા તથા એસીપી ક્રાઈમ ભરત બી. બસીયા તરફથી રાજકોટ શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા “”SAY NO TO DRUGS”” મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા ઇસમો વિરૂૂધ્ધ કડક કાયેવાહી કરવા સુચના આપેલ હોય જે સબંધે એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સપેક્ટર એસ.એમ.જાડેજાના માર્ગદર્શન હેઠળ પુષ્કરધામ મેઈન રોડ ઉપર જે.કે.ચોક પાસે પટેલ રેસ્ટોરન્ટ પાસે જાહેરમાં હાઇબ્રીડ ગાંજાના જથ્થા સાથે મૂળ મુંબઈના ઇસ્ટ થાણે મીરા રોડ ઇકોસીટીના વતની અને હાલ શિતલ પાર્ક શેરી નં.02, શિવ શક્તિ સોસાયટી બ્લોક નં.9 રાજકોટ મુળ રહે- સ્પ્રીંગ બિલ્ડીંગ સંઘવી એસ-3માં રહેતા શેર બ્રોકર ધ્રુવ સંજયભાઈ જોષી (ઉ.વ.26)ની ધરપકડ કરી તેની પાસેથી રૂૂ.2.42 લાખના 69.380 ગ્રામ હાઈબ્રીડ ગાંજો સહીત રૂૂ. 3.62 લાખનો મુદ્દમાલ કબજે કર્યો હતો. પ્રાથમિક તપાસમાં પકડાયેલ શેર બ્રોકર ધ્રુવ જોષી આ ગાંજો અમદાવાદથી લાવ્યો હોવાનું તેણે જણાવ્યું હતું.
એસઓજીએ પકડાયેલ ધુવના રિમાન્ડ માંગતા પાંચ દિવસના રિમાન્ડ મંજુર થયા હોય રાજકોટમાં પ્રથમ વખત હાઈબ્રીડ ગાંજો પકડાયો હોય એસઓજીની ટીમે ધુવના જગન્નાથ ચોક પ્લોટ નં 44 દેવભુમી મકાનની બાજુમાં અમરનાથ મેઇન રોડ ઉપરના ભાડાના મકાન માંથી દરોડો પડતા ત્યાંથી સંતાડેલ હાઇબ્રીડ ગાંજાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ધુવના ભાડાના મકાન માંથી રૂૂ.10.36 લાખનો 296 ગ્રામ હાઈબ્રીડ ગાંજો મળી આવ્યો હતો. પ્રથમ વખત હાઈબ્રીડ ગાંજો પકડાયો હોય આટલા મોટા પ્રમાણમાં પકડાયેલ હાઈબ્રીડ ગાંજાની આ તપાસમાં આંતરરાષ્ટ્રીય નાર્કોટિક્સ રેકેટનો પર્દાફાશ થાય તેવી શક્યતા છે તેમજ આ નેટવર્કના તાર ગુજરાત બહાર સુધી જોડાયેલા હોવાની શંકા છે.
એસઓજીના પી.આઈ એસ.એમ.જાડેજા તથા સાયબર ક્રાઇમના પી.આઈ એસ.ડી.ગિલવા તથા એસ.ઓ.જી શાખાના પીએસઆઈ એમ.વી.જાડેજા , પીએસઆઈ વી.વી.ધ્રાંગુ તથા એ.એસ.આઇ. વિરેન્દ્રસિંહ ઝાલા તથા એ.એસ.આઇ. અરૂૂણભાઇ બાંભણીયા તથા ઇન્દ્રસિંહ ગુલાબસિંહ તથા ફિરોજભાઈ હનીફભાઇ તથા ફરદેવસિંહ જાડેજા તથા યોગરાજસિંહ ગોહીલ તથા દિગ્વિજયસિંહ કિરીટસિંહ તથા રોહિતસિંહ કનકસિંહ તથા અનોપસિંહ પ્રવિણસિંહ તથા હાર્દિકસિંહ જગતસિંહ તથા યોગેન્દ્રસિંહ રઘુવીરસિંહ તથા ડ્રાઇવર પો.કોન્સ. નિર્મળસિંહ જયેન્દ્રસિંહ સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.પ્રાથમીક પરીક્ષણ કરી એફ.એસ.એલ. અધિકારી સમીર જોષીએ અભિપ્રાય આપ્યો હતો.
