ગોંડલના મોવિયા ગામે કપાસ વચ્ચે રૂા.1.41 લાખના ગાંજાનું વાવેતર ઝડપાયું

    ગોંડલ તાલુકાના મોવિયા ગામની સીમમાં ગ્રામ્ય એસઓજીએ દરોડો પાડી કપાસના વાવેતર વચ્ચે રૂૂ.1,41,350 ના માદક-પદાર્થ ગાંજાના જથ્થા સાથે મધ્યપ્રદેશના ખેત મજુરની ધરપકડ કરી…

 

 

ગોંડલ તાલુકાના મોવિયા ગામની સીમમાં ગ્રામ્ય એસઓજીએ દરોડો પાડી કપાસના વાવેતર વચ્ચે રૂૂ.1,41,350 ના માદક-પદાર્થ ગાંજાના જથ્થા સાથે મધ્યપ્રદેશના ખેત મજુરની ધરપકડ કરી હતી.

રાજકોટ રેન્જના પોલીસ આઈજી અશોકકુમાર યાદવ અને જીલ્લા પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જર દ્વારા રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં ગેરકાયદેસર ગેરકાયદેસર રીતે રીતે માદક પદાર્થ ગાંજાનું વેચાણ તથા ગાંજાનું વાવેતર કરતા ઇસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરવામાં આવેલ. જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સપેકટર એફ.એ.પારગી અને તેમની ટીમ સ્ટાફ સાથે ગોંડલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઇ. વિપુલભાઇ ગુજરાતી તથા પ્રહલાદસિંહ રાઠોડ તથા હિમતસિંહ પાલ નાઓને સંયુકત રીતે ખાનગીરાહે હકિકત મળેલ કે, મોવિયા ગામની સીમમાં જેન્તીભાઇ ગોરધનભાઇ હિરપરાનીની મોટા મારગ વાળી વાડી ભાગીયુ વાવતા ખેત મજુર છીતુભાઇ ઉર્ફ દિતુ માંગલીયાભાઇ માવીએ ગાંજાનું વાવતેર કયું છે.જેને આધારે દરોડો પાડી રૂૂ.1.41 લાખના 2 કિલો 827 ગ્રામ વનસ્પતિજન્ય માદક પદાર્થ લીલા ગાંજાના છોડ મળી આવ્યા હતા. મુદ્દામાલ સાથે ઝડપી લઇ ગોંડલ તાલુકા પોલીસમાં મૂળ એમપીના અલીરાજપુરના ભાભરાના જીરાન ગામના છીતુભાઇ ઉર્ફ દિતુ માંગલીયાભાઇ માવીની ધરપકડ કરી હતી.

એસ.ઓ.જી. શાખાના પી.આઈ એફ.એ.પારગી, પીએસાઆઈ કે.એમ.ચાવડા પી.બી.મિશ્રા તથા એ.એસ. આઇ. વિપુલભાઇ ગુજરાતી, તથા પો.હેડ.કોન્સ. પ્રહલાદસિંહ રાઠોડ, તથા વિજયભાઇ વેગડ, તથા નૈમીષભાઇ મહેતા તથા અનિરૂૂધ્ધસિંહ જાડેજા તથા રામદેવસિંહ ઝાલા તથા પો.કોન્સ વિજયગીરી ગોસ્વામી, તથા ચિરાગભાઇ કોઠીવાર તથા હિમતસિંહ પાલ તથા વિપુલભાઇ ગોહિલ, તથા નવદિપભાઇ બાબરીયા તથા નિર્મળસિંહ ચુડાસમા તથા ડ્રા.એ.એસ.આઇ. અમુભાઇ વિરડાએ કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *