બરવાળા તાલુકાના ભીમનાથ ગામે આવેલી મહાદેવ મઢી આશ્રમ ખાતેથી ગેરકાયદેસર ગાંજાનું વાવેતર ઝડપાયું છે. બરવાળા PI વસાવા અને બોટાદ S.O.G. ટીમે NDPS એક્ટ હેઠળ દરોડો પાડી આ કાર્યવાહી કરી હતી.
પોલીસે સ્થળ પરથી ગાંજાના લીલા પાંદડાઓ અને 10 ગાંજાના છોડ સહિત કુલ 3.157 કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો હતો. જપ્ત કરાયેલા ગાંજાની બજાર કિંમત આશરે રૂા.1,57,800/- આંકવામાં આવી છે. આ મામલે જોગગીરી બાપુ ઉર્ફે પાલકદાસ બાપુ (મૂળ નામ અનિલભાઇ ભોરૂૂભાઇ મિશ્રા)ની ધરપકડ કરવામાં આવી છે. તેમની સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
