મવડી રોડ પર નવલનગર શેરી નં.8માં રહેતાં આશાબેન મનસુખભાઈ હિરપરા (ઉ.વ.35)ને ટેલિગ્રામ આઈડી ધારકે એનબીસીસી કંપનીની ખોટી ઓળખ આપી કંપનીમાં રોકાણ કરવાના નામે રૂૂા.6.60 લાખ પડાવી લઈ છેતરપિંડી કયાની સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
આશાબેને પોલીસને જણાવ્યું કે ગઈ તા.25ના તે ઘરે હતા ત્યારે ટેલીગ્રામ પર અજાણ્યા શખ્સનો મેસેજ આવેલો હતો. જેમાં ઘરે બેઠા જોબ કરો અને રૂૂપિયા કમાવોની ઓફર આપેલ હતી. રસ પડતાં તેણે આરોપી પાસેથી ડિટેઈલ્સ માગી હતી. આરોપીએ તેને સમજાવ્યું કે એનબીસીસી સરકારી આવાસ યોજનાની કંપની છે. જેમાં પૈસા ઈન્વેસ્ટ કરવાના અને બે કલાકમાં સારૂૂ એવુ રીર્ટન મળશે. તેમ વાત કરી હતી.
જેથી તેણે ગઈ તા.27-6-2025ના અલગઅલગ ચાર ટ્રાન્ઝેકશનથી રૂૂા.19 હજાર જમા કરાવ્યા હતા. જે પૈકી તેને 20 હજાર પરત મળ્યા હતા. ત્યાર બાદ તેણે પોતાના બેન્ક ખાતામાંથી અલગ-અલગ ખાતાઓમાં રૂૂા.6.60લાખ નાખ્યા હતા.બાદમાં આરોપીએ રૂૂપિયા કે વળતર પરત નહીં આપતાં સાયબર ફ્રોડ થયાની જાણ થતાં ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઈમ પોલીસે ટેલીગ્રામ આઈડી ધારક અને બે અજાણ્યા બેન્ક ખાતા ધારકો સામે ગુનો દાખલ કર્યો હતો.
