ચૂંટણીના કારણે અનેક પ્રસંગો રઝળ્યા; તા.25-26નાં હોલ બૂકિંગ રદ

લગ્ન, સગાઈ સહિતના પ્રસંગો માટે 45 દિવસ પહેલા બૂક કરાવેલ પરિવારો દોડતાં થઈ ગયા ચૂંટણી નજીકમાં હોવાનું જાણવા છતાં તંત્રએ બૂકિંગ લઇ ફરી મિસમેનેજમેન્ટનો પુરાવો…

લગ્ન, સગાઈ સહિતના પ્રસંગો માટે 45 દિવસ પહેલા બૂક કરાવેલ પરિવારો દોડતાં થઈ ગયા

ચૂંટણી નજીકમાં હોવાનું જાણવા છતાં તંત્રએ બૂકિંગ લઇ ફરી મિસમેનેજમેન્ટનો પુરાવો આપ્યો

રાજકોટ મહાનગરપાલિકાના 23 લગ્ન હોલ અને કોમ્યુનિટી હોલનું બુકીંગ કાયમી હાઉસફુલ રહેતું હોય છે. 30 દિવસ અને 45 દિવસના બુકીંગ નિયમો અંતર્ગત અનેક પરિવારો દ્વારા પોતાના સંતાનોના લગ્ન, સગાઈ સહિતના અન્ય પ્રસંગો માટે હોલ બુક કરાવ્યા હતાં. પરંતુ ચૂંટણી નક્કી હોવા છતાં મહાનગરપાલિકાએ પણ બુકીંગ ચાલુ રાખી અનેક પરિવારોને અંધારામાં રાખવાનું કામ કર્યુ હતું. ચૂંટણી પંચ દ્વારા તા.26ના રાજે મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર કરાતા હવે તંત્રએ ચૂંટણી માટેના બહાર ગામથી આવતાં સ્ટાફને ઉતારો આપવા માટે લગ્ન હોલમાં ગોઠવણ કરી અનેક પરિવારોના બુકીંગ તા.25 અને 26ના રદ કરી દેતાં દેકારો બોલી ગયો છે. ગત ચૂંટણી વખતે તંત્ર દ્વારા ચૂંટણીના સ્ટાફ માટે અલગ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ પરંતુ આ વખતે અચાનક બુકીંગ રદ કરાતાં અનેક પરિવારો દોડતાં થઈ ગયા છે.

રાજકોટ મહાનગરપાલિકાની શાસક બોડીની મુદત 11 માર્ચે પૂરી થવાની હતી એ જગજાહેર વાત હતી અને ત્યાર બાદના સમયમાં ચૂંટણીઓ યોજાવાની હતી એ પણ ખબર હોવા છતાં મનપાના તંત્ર દ્વારા વિવિધ હોલના બુકિંગ ચાલુ રખાયા હતા. હવે જ્યારે ચૂંટણી માટે આ બુકિંગ્સ રદ કરવાની નોબત આવી છે ત્યારે મનપા તંત્રના મિસમેનેજમેન્ટના કારણે અનેક પરિવારોના પ્રસંગ બગડે એવી હાલત થઈ છે.

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે મતદાની તારીખ 26 એપ્રિલ ફાઈનલ થઈ છે ત્યારે તંત્ર એમાં પરોવાઈ ગયું છે, એવા સમયે જરૂૂર પડયે સરકારી ઈમારતોનો ઉપયોગ કરી શકાય એ હેતુથી રાજકોટ શહેરમાં આવેલા મહાનગરપાલિકાના તમામ કોમ્યુનિટી હોલના તા. 25 અને 26 એપ્રિલ તથા એની આસપાસના બુકિંગ રદ કરવામાં આવશે. ચૂંટણી વિભાગના અધિકારીઓ સહિતની ટીમોએ આ મામલે શુક્રવારે મનપા કચેરી ખાતે બેઠક યોજી હતી. જેમાં મનપા હસ્તકના 32 કોમ્યુનિટી હોલ અંગે ચૂંટણીના મતદાન દિવસ દરમિયાન થયેલા તમામ બુકિંગ રદ કરવા માટે સૂચના આપી હતી. ત્યાર બાદના સમયમાં ચૂંટણીઓ યોજાવાની હતી એ પણ જાણ હોવા છતાં મનપાના તંત્ર દ્વારા વિવિધ હોલના બુકિંગ ચાલુ રખાયા હતા. લોકોએ અજાણ હોવાથી બૂકીંગ કર્યા હતા. હવે જ્યારે ચૂંટણી માટે આ બુકિંગ્સ રદ કરવાની નોબત આવી છે ત્યારે મનપા તંત્રના મિસમેનેજમેન્ટના કારણે અનેક પરિવારોના પ્રસંગ બગડે એવી હાલત થઈ છે.

મહાનગરપાલિકા દ્વારા બુક કરનાર પરિવારોને ફોન દ્વારા માહિતી આપવામાં આવી રહી છે. તમારા લગ્નપ્રસંગના દિવસે જ મતદાન હોવાથી તમારું બુકિંગ રદ કરવું પડશે. જેના લીધે અનેક પરિવાર ચિંતામાં મુકાઈ ગયો છે. ઘણા દિવસો પહેલાં બુકિંગ કર્યું હતું. કંકતરીઓ પણ સગાસંબંધીઓને અપાઈ ગઈ હતી. તે ઘણું કરગર્યો પણ ચૂંટણી હોવાથી કંઈ થઈ ન શકે એમ હોવાથી તેણે નિરાશ પરત ફરવું પડયું હતું. અને હવે ભર સિઝનમાં લગ્ન માટે મોંઘા ભાવના પાર્ટી પ્લોટ તેમજ લગ્ન હોલ શોધવા માટે રઝળપાટ કરવો પડી રહ્યો છે. તેમ અનેક પરિવારોએ જણાવ્યું હતું.

લોકો અવાચક : ફોન આવ્યો તમારું બૂકિંગ રદ થયું છે
મહાનગરપાલિકાના મોટાભાગનાં કોમ્યુનિટી હોલ અને લગ્ન હોલમાં સેંકડો પરિવારોએ પોતાના પ્રસંગો માટે બુકીંગ કરાવેલ જે ચૂંટણી અંતર્ગત રદ કરવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે. આ મુદ્દે અમુક પરિવારોનો સંપર્ક સાધતાં તેઓએ જણાવેલ કે અમે લગ્નની તૈયારીમાં વ્યસ્ત હતાં. પરંતુ કોર્પોરેશનમાંથી એક ફોન આવેલ કે તમે કરાવેલ હોલ બુકીંગ રદ કરવામાં આવ્યું છે. આમ કહી અમારી એક પણ સાંભળવામાં આવી ન હતી. અને ફોન ડીસ્કનેકટ કરી નાખવામાં આવ્યો હતો. આવો અનુભવ હોલ બુકીંગ કરનાર અનેક પરિવારોને થયો હોવાનું જાણવા મળેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *