કેરળ વિધાનસભા ચૂંટણીના ગરમાવા વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂૂરના કાફલા પર હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. થરૂૂર જ્યારે બે વાહનોના કાફલા સાથે પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક બે કારમાં આવેલા અંદાજે 8 જેટલા અજાણ્યા શખ્સોએ તેમની ગાડી રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ એક સાથે આવેલા હુમલાખોરોએ આતંકવાદી જેવું વર્તન કરી થરૂરને જાનથી મારી નાખવા માટે કાવતરૂ રચ્યું હોવાનું કેરળ કોંગ્રેસે જણાવ્યું હતું.
ચક્ષુદ્રષ્ટાઓના જણાવ્યા અનુસાર, હુમલાખોરોએ રસ્તાની વચ્ચે જ થરૂૂરનું વાહન અટકાવી દીધું હતું અને જોરજોરથી કારના કાચ પીટવાનું શરૂૂ કર્યું હતું. સ્થિતિ વણસતી જોઈને જ્યારે શશિ થરૂૂરના ગનમેને વચ્ચે પડી રસ્તો સાફ કરાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે ઉપદ્રવીઓએ તેની સાથે પણ ધક્કામુક્કી અને છુટ્ટા હાથની મારામારી કરી હતી.
ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી બે શખ્સોને કસ્ટડીમાં લીધા છે. પોલીસ તપાસ કરી રહી છે કે આ હુમલો કોઈ પૂર્વનિયોજિત કાવતરું હતું કે પછી રસ્તા પર થયેલા કોઈ વિવાદનું પરિણામ. ઉલ્લેખનીય છે કે કેરળ વિધાનસભાની ચુંટણી માટે આગામી નવમી એપ્રીલે મતદાન થવાનું છે. કેરળ ધારાસભામાં કુલ 140 બેઠકો છે.
