રોઝ સ્પા એન્ડ વેલનેશમાં મસાજના નામે કૂટણખાનું ચલાવતા સંચાલક-રિસેપ્શનિષ્ટ પકડાયા

રૈયા રોડ પર બાપા સીતારામ ચોક પાસે આવેલા શ્રીરામ કોમ્પ્લેક્ષના ત્રીજા માળે ‘રોઝ સ્પા એન્ડ વેલનેશ’માં મસાજના નામે ધમધમતા કુટણખાના પર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગની ટીમે…

રૈયા રોડ પર બાપા સીતારામ ચોક પાસે આવેલા શ્રીરામ કોમ્પ્લેક્ષના ત્રીજા માળે ‘રોઝ સ્પા એન્ડ વેલનેશ’માં મસાજના નામે ધમધમતા કુટણખાના પર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગની ટીમે દરોડો પાડી સ્પાના સંચાલક કનુ ખોડાભાઈ બાખલકીયા (રહે. સાધુ વાસવાણી રોડ પર વિશ્વકર્મા સોસાયટી શેરી નં. 4) અને રિસેપ્શનિષ્ટ ઉર્વીશાને પકડી લીધા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ,રોઝ સ્પા એન્ડ વેલનેશમાં છેલ્લા ઘણા સમયથી કૂટણખાનું ચાલતું હોવાની માહિતી મળતા દરોડો પાડવામાં આવ્યો હતો.

રેડ દરમિયાન સ્પામાંથી ચાર રુપલલનાઓ મળી આવી હતી. સંચાલક અને રિસેપ્શનિષ્ટની પૂછપરછ શરૂૂ કરી હતી. રિસેપ્શનિષ્ટ સ્પામાં આવતા ગ્રાહકો પાસેથી એન્ટ્રી ફીના રૂૂા.1 હજાર અને શરીર સંબંધવા માટે રૂૂા.2 હજાર અલગથી એક્સ્ટ્રા સર્વિસના નામે લેવામાં આવતા હતા સ્પામાંથી હરિયાણા, દિલ્હી, આસામ અને ગુજરાતની ચાર રૂૂપલલના મળી આવી હતી. રેડ દરમિયાન બે મોબાઈલ સહિત કુલ રૂૂા.13 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સંચાલક અને રિસેપ્શનિષ્ટ વિરૂૂદ્ધ ગાંધીગ્રામ-2 પોલીસમાં ગુનો દાખલ કરી તપાસ હાથધરી છે. આકામગીરી પીઆઇ એમ.એલ.ડામોર, પો.સ.ઈ. આર.કે.ગોહિલ, એ.એસ.આઈ. અજયકુમાર શુક્લા, સલીમભાઇ મકરાણી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, જીગ્નેશભાઈ આર.મારુ, હસમુખભાઇ બાલધા, મહેશ ગણેશપ્રસાદ પ્રસાદ અને જયોતિબેન બાબરીયાએ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *