ન્યૂ જાગનાથમાં યુવાન પાસે પરિચિત મહિલાના નંબર માગી શખ્સે ફડાકા માર્યા

શહેરના ન્યુ રેલનગરમાં આવેલા શ્રીનાથજી પાર્કમાં રહેતા અનિકેત દિનેશ મકવાણા નામના યુવાને પોતાની ફરીયાદમાં મોરબી જકાતનાકા રોડ પર ધોળકીયા સ્કુલવાળી શેરીમાં રહેતા મહેશ છગન સોલંકી…

શહેરના ન્યુ રેલનગરમાં આવેલા શ્રીનાથજી પાર્કમાં રહેતા અનિકેત દિનેશ મકવાણા નામના યુવાને પોતાની ફરીયાદમાં મોરબી જકાતનાકા રોડ પર ધોળકીયા સ્કુલવાળી શેરીમાં રહેતા મહેશ છગન સોલંકી અને કોઠારીયા રોડ નિલકંઠ સિનેમા પાછળ આવેલી બંધ શેરીમાં રહેતા શની રામજી ખસીયાનુ નામ આપતા તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. અનિકેતભાઇએ ફરીયાદમાં જણાવ્યુ હતુ કે તેઓ યાજ્ઞિક રોડ પર આવેલા હિરાપન્ના કોમ્પલેક્ષની પાછળ માટેલીયા સ્ટોક બ્રોકરમાં નોકરી કરે છે. પોતે 10 વર્ષ પહેલા જયા ઘડીયાલના કારખાનામાં કામ કરતો ત્યા રેખાબેન મુકેશભાઇ મકવાણા પણ કામ કરતા હતા.

બાદમા રેખાબેનના મુકેશભાઇ સાથે લગ્ન થઇ ગયા હતા અને આ રેખાબેનના પતિ આઠેક વર્ષ પહેલા અવસાન પામ્યા હતા. તેમજ રેખાબેનને મહેશ સોલંકી સાથે બે વર્ષથી સબંધ ન હોય જેથી તેઓ રૈયા ચોકડી પાસે ભાડાના મકાનમાં રહે છે.


ગઇકાલે સાંજના સમયે અનિકેત પોતાની ઓફીસ પાસે આવેલી શેરીમાં હતો ત્યા આ મહેશ સોલંકી એકસેસ લઇ આવ્યો હતો જેમને 17 વર્ષ પહેલા રેખાબેન સાથે પ્રેમસબંધ હતો. તેમજ અનિકેત રેખાને બહેન માનતો હોય અને તેમની પાસે અગાઉ રાખડી બંધાવતો હોય જેથી આ મહેશે કહયુ કે તારી બહેન રેખાના નંબર આપ. જેથી અનિકેતે નંબર નહી હોવાનુ જણાવ્યુ હતુ અને ત્યાથી જાનથી મારી નાખવાની ધમકી આપી જતો રહયો હતો. ત્યારબાદ ત્રણેક કલાક બાદ ફરી મહેશ તેમની સાથે રેખાબેનનો ભાઇ શનીને લઇને આવ્યો હતો.


અને નંબર માગી ધમકી આપી હતી તેમજ ફડાકા ઝીંકી દીધા હતા. ત્યારબાદ આ અનિકેતે રેખાબેનની બહેનને બનાવ અંગે જાણ કરી રેખાબેનને બનાવ અંગે વાત કરવા કહયુ હતુ. આ મામલે એ ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ અજયભાઇ બસીયા તપાસ ચલાવી રહયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *