મેટોડા જીઆઇડીસીમાં યુવાનને શખ્સે પેટમાં છરી ઝીંકી દીધી

શહેરની ભાગોળે કાલાવડ રોડ પર આવેલા મેટોડા જીઆઇડીસીમાં ગત મોડી રાત્રે યુવાન સાથે ઝઘડો કરી શખ્સે પેટમાં છરીનો ઘા ઝીંકી દેતા તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર…

શહેરની ભાગોળે કાલાવડ રોડ પર આવેલા મેટોડા જીઆઇડીસીમાં ગત મોડી રાત્રે યુવાન સાથે ઝઘડો કરી શખ્સે પેટમાં છરીનો ઘા ઝીંકી દેતા તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે પોલીસે મારામારીનુ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ મુળ ભાવનગરનો વતની અને હાલ મેટોડા જીઆઇડીસીમાં અંજલી પાર્કમાં રહેતો યશપાલસિંહ ચંદ્રસિંહ ગોહીલ (ઉ.વ.23)નામનો યુવાન ગત રાત્રે 11 વાગ્યાના અરસામાં મેટોડા જીઆઇડીસી ગેઇટ નં.1 પાસે હતો ત્યારે ઇમરાન નામના શખ્સે કોઇ કારણસર ઝઘડો કરી યશપાલસિંહને પેટમાં છરીનો ઘા ઝીંકી દેતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જયા તેની હાલત ગંભીર હોવાથી ઓપરેશન કરવામાં આવ્યુ હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી મેટોડા પોલીસને જાણ કરતા મેટોડા પોલીસ હોસ્પિટલે દોડી જઇ ઇજાગ્રસ્ત યુવાનનું નિવેદન નોંધવા અને હુમલો શા માટે કરવામાં આવ્યો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *