દારૂના પૈસા માટે પત્ની સાથે ઝઘડો કરતા શખ્સને મિત્રએ ગુપ્તાંગ પર છરી ઝીંકી

જુના માર્કેટ યાર્ડ પાસે આરટીઓ ઓફિસ પાછળ નરસિંહનગર-7માં કોકીલાબેન પરમારના મકાનમાં ભાડેથી રહેતાં અને ભૂપેન્દ્ર રોડ કરણસિંહજી બાલાજી મંદિર પાસે ફુલહાર વેંચી ગુજરાન ચલાવતાં વિનોદ…

જુના માર્કેટ યાર્ડ પાસે આરટીઓ ઓફિસ પાછળ નરસિંહનગર-7માં કોકીલાબેન પરમારના મકાનમાં ભાડેથી રહેતાં અને ભૂપેન્દ્ર રોડ કરણસિંહજી બાલાજી મંદિર પાસે ફુલહાર વેંચી ગુજરાન ચલાવતાં વિનોદ ઉર્ફ વિજય લઘુશંકરભાઇ ધામેલ (ઉ.વ.38)ની ફરિયાદ પરથી બાપુનો દિકરો બાઘો અને હિરેન વાળંદ વિરૃધ્ધ ગુનો દાખલ કરાયો છે.વિનોદ ઉર્ફ વિજયએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું પત્નિ સોલન સાથે રહુ છું અને મારે એક દિકરી તથા ચાર દિકરા છે. 31મીએ હું બાલાજી મંદિર પાસે ફૂટપાથ પર સુતો હતો ત્યારે મારી પત્નિ ફુલહાર વેંચીને ઘરે જતી રહી હતી. બાદમાં રવિવારે બપોરે હું મંદિર પાસે હતો ત્યારે પૂનમનો દિવસ હોવાથી મારી પત્નિ સોનલ ફુલહાર વેંચવા બાલાજી મંદિર પાસે આવી હતી. આથી હું તેની પાસે ગયો હતો અને રૃપિયા માંગતા તેણીએ ના પાડી દીધી હતી. જેથી અમારી વચ્ચે બોલાચાલી થઇ હતી.

આ વખતે મારો અગાઉનો મિત્ર જેને અમે બાપુના છોકરા તરીકે બોલાવીએ છીએ એ બાઘો આવ્યો હતો. તેની સાથે હિરેન વાળંદ પણ હતો. આ બંને રિક્ષામાં મારી પત્નિ સોનલ પાસે આવ્યા હતાં. હિરન પાછળની સીટમાં બેઠો હતો. તેણે છરી કાઢીને બાઘાને આપી હતી. હું અને મારી ઘરવાળી પૈસા બાબતે બોલાચાલી કરતાં હોઇ તેમાં બાઘો વચ્ચે પડ્યો હતો અને છરીથી તૂટી પડી મને ડાબા સાથળ, નીતંબ પર ઘા મારી દીધા હતાં. એક ઘા મારા ગુપ્તાંગ ઉપર પણ લાગી ગયો હતો. દેકારો થતાં આ વખતે મારો મિત્ર આશીફ ગંધારો આવી જતાં મને છોડાવ્યો હતો. ભીડ વધી જતાં બાઘો અને હિરેન ભાગી ગયા હતાં. મારી પત્નિએ 108 બોલાવી મને હોસ્પિટલે ખસેડયો હતો. ડાબા સાથળ પાછળ છરીના ઘાને કારણે ત્રણ ટાંકા આવ્યા હતાં. ઇન્દ્રીય ઉપર બે ટાંકા લેવાયા હતાં.

મને દારૃ પીવાની ટેવ હોઇ જેથી મારી પત્નિ પાસે દારૃ પીવા પૈસા માંગતા તેણીએ ન આપતાં અમારી વચ્ચે બોલાચાલી થઇ રહી હતી એ વખતે મારા જુના મિત્ર બાઘા અને તેની સાથેના હિરેને આવી અમારા ઝઘડામાં વચ્ચે પડી બાઘાએ છરીના ઘા મારી દીધા હતાં. તેમ વધુમાં વિનોદ ઉર્ફ વિજયએ કહેતાં એ-ડિવીઝન પીઆઇ બી. વી. બોરીસાગરની રાહબરીમાં હેડકોન્સ. ડી. કે. પરમારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *