માલધારી ફાટક પાસે કારખાનેદાર પુત્રની નજર સામે ટ્રકે કચડી નાખતા પિતાનું મોત

કોઠારીયા ગામે રહેતા અને મુળ બગસરાના મગનભાઈ રામજીભાઈ વાળા(લુહાર) (ઉં.71) સવારે તેના પુત્ર જીજ્ઞેશભાઈ સાથે મોટર સાઈકલ ઉપર બેસી જતા હતા તે દરમ્યાન માલધારી ફાટક…

કોઠારીયા ગામે રહેતા અને મુળ બગસરાના મગનભાઈ રામજીભાઈ વાળા(લુહાર) (ઉં.71) સવારે તેના પુત્ર જીજ્ઞેશભાઈ સાથે મોટર સાઈકલ ઉપર બેસી જતા હતા તે દરમ્યાન માલધારી ફાટક પાસે ટ્રકે ઠોકરે લેતા ગંભીર ઈજા થતા તેનુ મોત નિપજયુ હતુ.

જીગ્નેસભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેઓ રાજકોટ ગોંડલ હાઇવે રોડ તુલીપ પાર્ટી પ્લોટની પાછળ કારખાનું ચલાવી લેઝર કટીંગ ની મજુરી કામ કરે છે.તેઓ પિતાજી મગનભાઈને જ્યુપિટરમાં બેસાડી અને અમારા ઉપરોક્ત જણાવેલ કારખાને ગયેલ હતા અને પછી અમે ત્યાંથી સવારના સાડા દસ-પોણા અગિયારેક વાગ્યે અમારા ઘરે જવા માટે નીકળેલ હતા અને આ મોસા પોતે ચલાવતો હતો અને તેમના પિતાજી તેમની પાછળ બેસેલ હતા અને ત્યારે ગોંડલ રાજકોટ હાઇવે રોડ માલધારી ફાટક ની સામે પુલ નીચેથી રોડ ક્રોસ કરી માલધારી ફાટક તરફ જતા હતા ત્યારે ગોંડલ ચોકડી તરફથી એક પુર ઝડપે ટ્રક આવેલ તેણે સીધું જ બાઈકને હડફેટે લઈ લેતા જેમાં આ ટ્રકની ડાબી બાજુનો ભાગ અમારા બાઈકના પાછળના ભાગે અડી જતા જેમાં જીગ્નેશભાઈ અને તેમના પિતાજી બાઈક સહિત રોડ ઉપ2 પછડાઈ ગયા હતા અને જેમાં જીગ્નેશભાઈને કાંઈ ઈજા થયેલ નહીં.

પરંતુ તેમના પિતાજી ઉપર આ ટ્રકનું આગળનું ટાયર ફરી વળતા તે મને કમરના ભાગે, માથે શરીરે ગંભીર ઈજા થયેલ અને ઊભા થઈને મારા પિતાજીને ઉભા કરતા ઉભા થયેલ નહીં અને હોસ્પિટલમાં લઇ જતા મૃત જાહેર કર્યા હતા.બનાવને પગલે આજીડેમ પોલીસ મથકના જમાદાર હેંમતભાઈ સહીતની ટીમે અકસ્માત બાદ ટ્રક મુકી નાસી જનાર ચાલક સામે ગુનો નોધવાની અને આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *