જામનગરમાં નિવૃત્ત ડીવાયએસપી સાથે છેતરપિંડી કરનાર શખ્સને એક વર્ષની સજા

જામનગરના એક નિવૃત્ત નાયબ પોલીસ અધિક્ષક દ્વારા અમદાવાદ ના આસામી સામે રોકાણના નામે રૂૂ.ર લાખ 30 હજાર મેળવી લઈ તે રકમ પરત ન આપવા અંગે…

જામનગરના એક નિવૃત્ત નાયબ પોલીસ અધિક્ષક દ્વારા અમદાવાદ ના આસામી સામે રોકાણના નામે રૂૂ.ર લાખ 30 હજાર મેળવી લઈ તે રકમ પરત ન આપવા અંગે ફરિયાદ કરાઈ હતી. અદાલતે આ આરોપીને એક વર્ષની કેદની સજા અને દંડ ફટકાર્યો છે.

જામનગરના રહેવાસી અને ડીવાયએસપી તરીકે સેવા આપી નિવૃત્ત થયેલા ધર્મેન્દ્રસિંહ અનોપસિંહ જાડેજા પાસે થી અમદાવાદ ના દિનેશ મોહનભાઈ શ્રીકાર નામના આસામી એ જુદી જુદી યોજના માં રોકાણ કરવા.ના નામે રૂૂ.2 લાખ 30 હજાર મેળવ્યા હતા. ત્યારપછી આ રકમ ચૂકવવામાં ન આવતા દિનેશ મોહનભાઈ સામે અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી અને તેની સામે જામનગરની કોર્ટમાં ચેક રિટર્નની ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી દિનેશ મોહનભાઈને એક વર્ષની કેદ તથા ચેકની રકમ મુજબ દંડ ભરવા આદેશ કર્યો છે. ફરિયાદી તરફથી વકીલ હિતેન ગોહિલ, એન.બી. જાડેજા રોકાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *