વોર્ડ નંબર-2માં સ્માર્ટ આંગણવાડી-68નું લોકાર્પણ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સૌ પ્રથમ રોલેક્ષ રિંગ્સ લિમિટેડ કંપનીના સીએસઆર ફંડના સહયોગથી વોર્ડ નંબર-2માં અમરજીતનગરમાં સ્માર્ટ આંગણવાડી કેન્દ્ર નંબર-68 બનાવવામાં આવેલ. જેનું લોકાર્પણ રોલેક્ષ રિંગ્સ…

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સૌ પ્રથમ રોલેક્ષ રિંગ્સ લિમિટેડ કંપનીના સીએસઆર ફંડના સહયોગથી વોર્ડ નંબર-2માં અમરજીતનગરમાં સ્માર્ટ આંગણવાડી કેન્દ્ર નંબર-68 બનાવવામાં આવેલ. જેનું લોકાર્પણ રોલેક્ષ રિંગ્સ લિ.ના એમ.ડી. મનેશભાઈ માદેકાના હસ્તે કરવામાં આવ્યું. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેલ હતા.

સ્માર્ટ આંગણવાડી બનાવા માટે રાજકોટ સ્થિત રોલેક્ષ રીંગ્સ લિમિટેડ કંપની દ્વારા માતબર રકમનો આર્થિક સહયોગ પૂરો પાડવામાં આવેલ છે. જેના સહયોગથી વોર્ડ નં.2માં અમરજીતનગરમાં અદ્યતન સુવિધાઓ સાથેની આંગણવાડી કેન્દ્ર બનાવવામાં આવેલ. આ આંગણવાડી 735 ચોરસ ફૂટ બાંધકામમાં બાળકોને બેસવા માટેનો હોલ, રસોડું, સ્ટોર રૂૂમ, વોશિંગ એરીયા, શૌચાલય, 480ચોરસ ફૂટ કમ્પાઉન્ડ હોલની સુવિધા સાથે બાળકોને આકર્ષિત કરે તેવા ઇઅકઅની ગાઈડલાઈન મુજબના ભિતચિત્રો, સ્માર્ટ ટીવી, ફર્નિચર,પંખા,લાઈટ, પીવાના પાણી માટે છઘ સિસ્ટમ, રમકડાં અને પોષણ વાટિકા જેવી તમામ પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવેલ છે.
આ કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, રોલેક્ષ રીંગ્સ લિમિટેડના મેનેજીંગ ડાયરેક્ટર મનેશભાઈ માદેકા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવભાઇ દવે, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડિયા, શિશુ કલ્યાણ ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગિન શામક દળ સમિતિના ચેરમેન દિલીપભાઈ લુણાગરીયા, વોર્ડ કોર્પોરેટર મીનાબા જાડેજા, વોર્ડ પ્રભારી કુલદીપસિંહ, વોર્ડ પ્રમુખ ભાવેશભાઇ ટોયટા, વોર્ડ મહામંત્રી ધૈર્યભાઇ પારેખ અને હર્ષવર્ધનભાઇ કોહર, અને સીએસઆર ફંડ લેનાર ઘટક-3ના બાળવિકાસ યોજના અધિકારી પૂજાબેન જોષી તથા આઈ.સી.ડી.એસ. વિભાગનો સ્ટાફ હાજર રહેલ.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શિશુ કલ્યાણ ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગિન શામક દળ સમિતિના ચેરમેન દિલીપભાઈ લુણાગરિયાના માર્ગદર્શન હેઠળ તમામ વિભાગો સાથે સંકલન કરી લોકાર્પણ કાર્યક્રમ અંતર્ગત જરૂૂરી સહયોગ પૂરો પાડવામાં તેમનો ખૂબ મોટો ફાળો રહેલ છે.

રોલેક્સ રીંગ્સના મેનેજિંગ ડિરેક્ટર મનેશભાઈ માદેકાની સરાહનીય કામગીરી બદલ શિશુ કલ્યાણ ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગિન શામક દળ સમિતિના ચેરમેન દિલીપભાઈ લુણાગરિયા અને આઈ.સી.ડી.એસ.પરિવાર વતી તેમને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *