ધ્રાંગધ્રા પંથકના ચકમારી કેસમાં કોર્ટે 10 માસમા જજમેન્ટ આપી સજા ફટકારી
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ગ્રામ્યમાં રહેતા પરીવારની 5 વર્ષની બાળાને તા. 27-9-24ના રોજ ગામનો જ એક શખ્સ અને રિક્ષા ચાલક રિક્ષામાં ગામના વોકળા પાસે લઈ ગયો હતો. જેમાં નરાધમ રિક્ષા ચાલકે બાળકી સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. આ કેસ દાખલ થયાના 10 માસ અને 12 દિવસમાં કોર્ટે જજમેન્ટ આપીને આરોપીને 20 વર્ષની કેદની સજા ફટકારી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સગીરાઓને ભગાડીને લઈ જવાના તથા તેમની સાથે કુકર્મ કરવાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે વાસનાના ભુખ્યા વરૂૂઓ બાળકીને પણ વાસનાનો શીકાર બનાવતા હોવાનું સામે આવતા હળાહળ કળીયુગ આવ્યો હોય તેમ લાગે છે.
તાજેતરમાં જ દસાડા પંથકમાં 7 વર્ષની બાળકી સાથે કુકર્મનો બનાવ સામે આવ્યો હતો. ત્યારે આવા જ એક કેસમાં કોર્ટે આરોપીને 20 વર્ષની સજા ફટકારી છે. વધુમાં મળતી માહિતી મુજબ ધ્રાંગધ્રા તાલુકાના એક ગામમાં રહેતા પરીવારને 5 વર્ષની બાળા છે. આ બાળકી તા. 27-9-24ના રોજ રમતી હતી. ત્યારે ગામના જ એક યુવાન અને રિક્ષા ચલાવતા મુકેશ ઉર્ફે મુનો તેજાભાઈ બારોટની 5 વર્ષની કુમળી બાળકીને જોઈનજર બગડી હતી. અને રિક્ષામાં આંટો મરાવવાના બહાને તે બાળકીને ગામની બહાર આવેલા વોકળા પાસે લઈ ગયો હતો. અને તેની સાથે કુકર્મ કર્યુ હતુ. બનાવની જાણ થતા પરીવારજનો બાળકીને સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા. જયારે આ અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી.
ધ્રાંગધ્રા તાલુકા પોલીસે પણ આ ગુનાની ગંભીરતા સમજી 18 જ દિવસમાં આ અંગેની ચાર્જશીટ રજૂ કરતા ગત તા. 14-10-24ના રોજ કોર્ટમાં કેસ દાખલ થયો હતો. ત્યારે આ કેસ ધ્રાંગધ્રા એડીશનલ સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં સરકારી વકીલ વી.એચ.ભટ્ટ, પ્રકાશ રાવલ અને પ્રદ્યુમનસીંહ મકવાણાની દલીલો, મૌખીક અને દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઈ જજ એમ.પી.ચૌધરીએ કેસ દાખલ થયા તારીખથી 10 માસ અને 12 દિવસમાં જ જજમેન્ટ આપ્યુ હતુ. કોર્ટે આરોપી મુકેશ બારોટને 20 વર્ષની કેદની સજા અને રૂૂપિયા 10 હજારનો દંડ ફટકાર્યો છે.
