ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પોલીસસ્ટેશનમાં છેલ્લા 9 વર્ષથી વોન્ટેડ ઘાટવટના શખ્સને સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને ઝડપી લઈ તાલાલા પોલીસ હવાલે કર્યો છે.
મળતી વિગતો મુજબ સ્ટેટ મોનીટરીંગ સેલના ડીઆઈજી નિર્લિપ્તરાય અને ડિવાયએસપી કે.ટી. કામરિયાની સુચનાથી પીએસઆઈ એલ.ડી. મહેતા તેમની ટીમે ગીર સોમનાથ પંથકમાં બાતમીના આધારે દરોડો પાડ્યો હતો.
જેમાં કોડીનારના ઘાટવડ ગામના જયેશ ઉર્ફે બાબુ શંભુભાઈ સોલંકી ઉ.વ.36ની ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલ જયેશ છેલ્લા 9 વર્ષથી પોલીસ ચોપડે વોન્ટેડ હતો આ મામલે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે પકડાયેલા જયેશ સોલંકીને તાલાલા પોલીસ હવાલે કર્યો છે. પકડાયેલ જયેશ ખાંભોલજ પોલીસ ચોપડે છેલ્લા 9 વર્ષથી વોન્ટેડ હોવાનું જાણવા મળ્યું છે.