ITI હોસ્ટેલ પાસેથી 3.88 લાખનો દારૂ ભરેલી કાર સાથે શખ્સ ઝડપાયો

શહેરના ભાવનગર રોડ પર ભારતનગર પાસે આઈટીઆઈ હોસ્ટેલ પાસેથી પોલીસે દારૂૂ ભરેલી કાર ઝડપી લીધી હતી. પોલીસે કારમાંથી રૂૂ.3.88 લાખનો 1200 ચપલા દારૂૂના જથ્થા સાથે…

શહેરના ભાવનગર રોડ પર ભારતનગર પાસે આઈટીઆઈ હોસ્ટેલ પાસેથી પોલીસે દારૂૂ ભરેલી કાર ઝડપી લીધી હતી. પોલીસે કારમાંથી રૂૂ.3.88 લાખનો 1200 ચપલા દારૂૂના જથ્થા સાથે જંગલેશ્વરમાં મેઇન રોડ પર રહેતા શખસને ઝડપી લીધો હતો. દારૂૂનો આ જથ્થો અને કાર સહિત કુલ રૂૂ.5.88 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ શખસ દારૂૂ કોની પાસેથી લાવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો? તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.

જાણવા મળતી વિગતો મુજબ, થોરાળા પોલીસ મથકના પીઆઇ એન.જી.વાઘેલાની રાહબરી હેઠળ પીએઅસાઇ એન.આર.ડામોર તથા એએસઆઇ દેવશીભાઇ ખાંભલા, કોન્સ. નિલેશભાઇ જમોડ સહિતનો સ્ટાફ નાઇટ પેટ્રોલીંગમાં હતો દરમિયાન એવી બાતમી મળી હતી કે, આઇ-20 કાર નં.જીજે 1 કેડી 5014 માં દારૂૂનો જથ્થો ભર્યો છે અને આ કાર અમુલ સર્કલ પાસેથી પસાર થનાર છે. જેથી પોલીસને ટીમે ભારતનગર આઇટીઆઇ હોસ્ટેલ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ કાર પસાર થતા પોલીસે આ કાર અટકાવી હતી.

પોલીસે કારચાલકની પુછતાછ કરતા તેણે પોતાનું નામ મુસ્તુફા ખમીશભાઇ સફીયા(ઉ.વ. 26 રહે. રાધાકૃષ્ણ સોસાયટી શેરી નં.20 જંગલેશ્વર મેઇન રોડ,રાજકોટ, મૂળ ધુંધાવ, જામનગર) હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ કારની તલાશી લેતા તેમાંથી દારૂૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કારમાંથી રૂૂ.3,88,320 ની કિંમતનો 1200 ચપલા દારૂૂનો જથ્થો કબજે કર્યો હતો. દારૂૂનો આ જથ્થો અને કાર સહિત કુલ રૂૂ.5,88,320 નો મુદ્દામાલ પોલીસે કબજે કરી કારચાલક મુસ્તુફા સફીયા સામે પ્રોહિબિશન એકટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *