252 બોટલ દારૂ અને કાર મળી કુલ રૂા. 8.37 લાખનો મુદ્દામાલ કબજે
શહેરની ભાગોળે કુવાડવા રોડ પર આવેલા ખેરડી ગામ પાસેથી પોલીસે બાતમીના આધારે રૂા3.32 લાખનો દારૂ ભરેલી કાર સાથે શખ્સને ઝડપી લઇ 252 બોટલ દારૂ અને કાર મળી કુલ રૂા.8.37 લાખનો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગતુ મુજબ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એમ.આર. ગોડલીયા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી.ડી.ડોડીયા, હેડકોન્સ્ટેબલ દિલીપભાઇ બોરીચા, દિપક ચૌહાણ, જયરાજ કોટીલા, વિશાલ દવે સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન ચોકસ બાતમીના આધારે રાજકોટ તાલુકાના ખેરડી ગામ પાસેથી દારૂ ભરેલી કાર ઝડપી લીધી હતી. પોલીસે કારની તલાશી લેતા તેમાથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ નં252 કિ.રૂા.3.32.400 મળી આવી હતી. દારૂ અને કાર મળી કુલ રૂા. 8.37.400નો મુદામાલ કબજે કરી આરોપી વિપુલ રાયાભાઇ મકવાણા રહે. અનમોલ પાર્ક આજીડેમ પાસેની ધરપકડ કરી આ દારૂનો જથ્થો કાયથી લાવ્યો અને કોને આપવાનો હતો. તે સહિતની વિગતો મેળવા પૂછપછર હાથ ધરી છે.
