આજી ડેમ બાયપાસ હાઈ-વે પરથી 1.77 લાખનો દારૂ ભરેલી કાર સાથે શખ્સ ઝડપાયો

528 બોટલ દારૂ અને કાર મળી કુલ રૂા.4.77 લાખનો મુદ્દામાલ કબજે શહેરની ભાગોળે આજી ડેમ બાયપાસ હાઈવે પર માર્કેટ યાર્ડથી આજી ડેમ ચોકડી તરફ જતાં…

528 બોટલ દારૂ અને કાર મળી કુલ રૂા.4.77 લાખનો મુદ્દામાલ કબજે

શહેરની ભાગોળે આજી ડેમ બાયપાસ હાઈવે પર માર્કેટ યાર્ડથી આજી ડેમ ચોકડી તરફ જતાં રસ્તા પરથી પોલીસે બાતમીના આધારે 1.77 લાખનો દારૂ ભરેલી કાર સાથે શખ્સને ઝડપી પાડયો હતો. પોલીસે 528 બોટલ દારૂ અને કાર મળી કુલ રૂા.4.77 લાખનો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગતો મુજબ, પીસીબીના પીઆઇ એમ.આર. ગોંડલીયાની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એએસઆઇ મહિપાલસિંહ ઝાલા, ઘનશ્યામસિંહ ચૌહાણ, હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ રાણાને મળેલી બાતમીના આધારે માર્કેટિંગ યાર્ડના પુલથી આજીડેમ ચોકડીના પુલ વચ્ચે આવેલ હાઇવે રોડ પરથી શંકાસ્પદ કાર નંબર જીજે 3 એચકે 2035 અટકાવી હતી.

પોલીસે કારચાલકની પૂછતાછ કરતા તેણે પોતાનું નામ સુનિલ ઉર્ફે ચૂકો હકાભાઇ સાકરીયા (ઉ.વ.30 રહે. 150 ફૂટ રીંગ રોડ બાલાજી હોલની પાછળ, સાગર ચોક કવાર્ટર) હોવાનું જણાવ્યું હતું. કારમાં તપાસ કરતા અંદરથી રૂૂપિયા 1,77,000 ની કિંમતનો 528 બોટલ દારૂૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે દારૂૂનો આ જથ્થો અને કાર સહિત કુલ રૂૂપિયા 4.77 લાખનો મુદ્દામાલ કબજે કરી આ શખસ દારૂૂ કોની પાસેથી લાવ્યો હતો અને કોને સપ્લાય કરવા જતો હતો તે અંગે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *