મહાત્મા ગાંધી સોસાયટીમાં 1.16 લાખનો દારૂ ભરેલી કાર સાથે શખ્સ ઝડપાયો

શહેરના કોઠારિયા રોડ પર આવેલી મહાત્મા ગાંધી સોસાયટીમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડી 1.16 લાખનો દારૂ ભરેલી કાર સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. પોલીસે…

શહેરના કોઠારિયા રોડ પર આવેલી મહાત્મા ગાંધી સોસાયટીમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડી 1.16 લાખનો દારૂ ભરેલી કાર સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. પોલીસે કાર અને 192 બોટલ દારૂ મળી કુલ રૂા.6.36 લાખનો મુદ્દામાલ કબજે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ પીસીબીના હેડકોન્સ્ટેબલ દિલીપભાઇ બોરીચા, ઉમેશ ચાવડા, વિશાલ દવે સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન કોઠારિયા રોડ પર દેવપરા ચોક નજીક આવેલી મહાત્મા ગાંધી સોસાયટી શેરી નં.2માં દારૂ ભરેલા કાર સાથે એક શખ્સ ઉભો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી કારમાં સવાર ધર્મેશ ઉર્ફે બબલુ કનુભાઇ વાઘેલા રહે. મહાત્મા ગાંધી સોસાયટી શેરી નં.1નેે ઝડપી પાડી કારની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂના ચપલા નં.192 કિંમત રૂા.1,15,728 મળી આવ્યા હતા. જેથી પોલીસે દારૂ, કાર અને મોબાઇલ મળી કુલ રૂા.6,35,728 નો મુદ્દામાલ કબજે કરી આ દારૂનો જથ્થો કોની પાસે લાવ્યો અને કોને આપવાનો હતો. તે અંગે પૂછપરછ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *