ગાંધીનગર એસએમસી (SMC) ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના જાખણ ગામમાં મોટી કાર્યવાહી કરી છે. 14 ડિસેમ્બર, 2025 ના રોજ ભગીરથસિંહ છત્રસિંહ ઝાલાના ખેતરમાંથી વિદેશી દારૂૂનો મોટો જથ્થો અને બે વાહનો સહિત કુલ રૂૂ. 63,57,700 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ દરોડા દરમિયાન, પોલીસે વિદેશી દારૂૂની કુલ 3409 બોટલો ઝડપી પાડી હતી, જેની કિંમત રૂૂ. 43,49,700 આંકવામાં આવી છે. આ દારૂૂ પંજાબની ચાંદીઘર ડિસ્ટિલર્સ એન્ડ બોટલર્સ લિમિટેડ અને રાજસ્થાન લિકર લિમિટેડ જેવી ડિસ્ટિલરીઓમાંથી બનાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
દારૂૂના જથ્થા ઉપરાંત, SMC ટીમે રૂૂ. 20,00,000 ની કિંમતના બે વાહનો અને રૂૂ. 8,000 ની કિંમતના બે મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા હતા. આ કેસમાં કુલદીપ બાબુભાઈ ઝીંઝવાડીયા અને મિથુન કનૈયાલાલ રોટ નામના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેઓ લીંબડીના રહેવાસી છે.
આ દરોડામાં કુલ સાત આરોપીઓ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં દારૂૂ મંગાવનાર મુખ્ય આરોપી તનવીર જીતેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ ઝાલા (રહે. સૌકા, લીંબડી) નો સમાવેશ થાય છે. અન્ય વોન્ટેડ આરોપીઓમાં રાહુલ ઉર્ફે ખોરી ચંદુભાઈ ઝીંઝુવાડીયા, શૈલેષભાઈ ગોપાલભાઈ કલાસવા, ભગીરથસિંહ છત્રસિંહ ઝાલા, તેમજ બે વાહનોના ચાલક અને માલિકોનો સમાવેશ થાય છે.
