બેડી ચોકડી પાસેથી 336 બોટલ દારૂ ભરેલી કાર સાથે શખ્સ ઝડપાયો

શહેરની ભાગોળે બેડી ચોકડી પાસેથી પોલીસે બાતમીના આધારે દારૂ ભરેલી કાર સાથે શખ્સને ઝડપી લીધો હતો. પોલીસે કારમાંથી 336 બોટલ દારૂ સહિત કુલ રૂા.10.92 લાખનો…

શહેરની ભાગોળે બેડી ચોકડી પાસેથી પોલીસે બાતમીના આધારે દારૂ ભરેલી કાર સાથે શખ્સને ઝડપી લીધો હતો. પોલીસે કારમાંથી 336 બોટલ દારૂ સહિત કુલ રૂા.10.92 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે બીજા દરોડામાં સાગરનગરમાં ઓરડીમાંથી 432 બોટલ દારૂ અને કુવાડવા ગામેથી 48 બોટલ દારૂ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.

જાણવા મળતી વિગતો મુજબ બી ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ એચ.એમ. કોઠીવાળ, સંદીપભાઈ અવાડીયા, સંજયભાઈ જળુ, કોન્સ્ટેબલ વિજયભાઈ હુંબલ સહિતનો સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન બાતમી મળી હતી કે, બેડી ચોકડીથી આગળ અમદાવાદ હાઈવે પર પુલ નીચે મારૂૂતિ સોસાયટી પાસે અંગ્રેજી દારૂૂની હેરાફેરી થઈ રહી છે. જેથી પોલીસની ટીમે અહીં પહોંચી શંકાસ્પદ કીયા સેલ્ટોલ કાર નં. જીજે 9 બીજી 8800 જોવા મળતા તેને કોર્ડન કરી હતી. બાદમાં પોલીસે કારચાલકની પૂછતાછ કરતા તેણે પોતાનું નામ સંજય જાદવભાઈ કુમારખાણીયા (ઉ.વ. 46 રહે. કનકનગર સોસાયટી શેરી નંબર-1, મહારાણા પ્રતાપ હોલ પાસે) હોવાનું જણાવ્યું હતું. પોલીસે કારમાં તપાસ કરતા અંદરથી રૂૂપિયા 92,400 ની કિંમતનો 336 બોટલ દારૂૂમાં જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂૂનો આ જથ્થો અને કાર સહિત કુલ રૂૂપિયા 10,92,400 નો મુદ્દામાલ કબજે કરી આરોપી દારૂૂ કોની પાસેથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો? તે અંગે તપાસ હાથ ધરી છે.

બીજા દરોડામાં ક્રાઈમ બ્રાન્ચના એ.એસ.આઈ સંજયભાઈ દાફડા, હેડ કોન્સ્ટેબલ પ્રતીકસિંહ રાઠોડ, તુલસીભાઈ ચુડાસમા, મુકેશભાઈ સબાડ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન મળેલી બાતમીના આધારે જૂના માર્કેટિંગ યાર્ડ બાજુમાં સાગરનગર શેરી નંબર ત્રણમાં રહેતા રોહિત મુકેશભાઈ મેર(ઉ.વ.19) ની ઓરડીમાં દરોડો પાડી અહીંથી રૂૂપિયા 77,700 ની કિંમતનો 432 બોટલ દારૂૂનો જથ્થો ઝડપી લીધો હતો.

ત્રીજા દરોડામાં કુવાડવા રોડ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ ડાંગર, કોન્સ્ટેબલ જયપાલભાઈ બરાડીયા, મેહુલસિંહ ચુડાસમા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન કુવાડવા ગામમાં શિવધારા રેસીડેન્સીના ગેટ પાસેથી મોહિત હેમંતભાઈ ટીંબલીયા (ઉ.વ. 35) નામના શખસને પ્લાસ્ટિકના ખાતરના બાચકમાં છુપાવેલા 48 બોટલ દારૂૂ કિં.રૂૂ. 8,160 સાથે ઝડપી લઇ કુલ રૂૂપિયા 14,160 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *