રાજકોટ શહેરનાં દોઢસો ફુટ રીંગ રોડ પર અયોધ્યા ચોક પાસે બીઆરટીએસ રૂટ પર જગુઆર ગાડી બસ આડે રાખી અડચણ ઉભી કરતા નબીરાનો વિડીયો સોશ્યલ મીડીયામા વાયરલ થયો હતો આ ઘટનામા ગાંધીગ્રામ પોલીસ મથકનાં પીઆઇ આર. એસ. મેઘાણીની રાહબરીમા ડી સ્ટાફનાં રવીભાઇ ગઢવીએ જગુઆર ગાડીનાં ચાલક કુવાડવા રોડ પર રણછોડ નગર શેરી નં પ મા રહેતા ધીમલ દિલીપભાઇ ગોસ્વામી (ઉ.વ. 24)ની ધરપકડ કરી કાયદાનુ ભાન કરાવ્યુ હતુ. આ સમયે ધીમલ ગોસ્વામીએ બીઆરટીએસ રૂટ પર ગાડી ચલાવી કાયદાનો ભંગ છે. હવે પછી આ ભુલ નહી થાય તેમ કહી માફી માગી હતી.
અયોધ્યા ચોક પાસે BRTS રૂટ પર કાર ચલાવનાર નબીરો ઝડપાયો, માફી માંગી
રાજકોટ શહેરનાં દોઢસો ફુટ રીંગ રોડ પર અયોધ્યા ચોક પાસે બીઆરટીએસ રૂટ પર જગુઆર ગાડી બસ આડે રાખી અડચણ ઉભી કરતા નબીરાનો વિડીયો સોશ્યલ મીડીયામા…
