સ્થૂળતા, સંભાળ, ડીઝીટલાઈઝેશન, ખોરાક, પિતાની સક્રિયતા અને લોકલ ભોજનની થીમ પર માર્ગદર્શન અપાશે
કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર મહિનાને નપોષણ માસથ તરીકે ઉજવવામાં આવે છે આ વર્ષે તેનું આઠમું સંસ્કરણ યોજાઈ રહ્યું છે. સરકાર, નાગરીકો અને સંસ્થાઓના અથાગ પ્રયત્નોના પરીણામે પોષણ અભિયાન સાચા અર્થમાં જન આંદોલન બન્યું છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યનાં બાળકો, માતાઓ અને કિશોરીઓને વધુ સુપોષિત બનાવવા અનેક પોષણલક્ષી યોજનાઓ અમલી બનાવી છે. આ વર્ષે દેશભરમાં તા. 17 સપ્ટેમ્બરથી 16 ઓક્ટોબર 2025 દરમિયાન પોષણ માસની ઊજવણી કરવામાં આવી રહી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને મહિલા બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં કુપોષણને નાથવા, બાળકો અને મહિલાઓના પોષણમાં સુધારો કરવાના હેતુથી અનેકવિધ નવતર પહેલો હાથ ધરવામાં આવી છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ, આરોગ્ય વિભાગ, સામુદાયિક ભાગીદારીતા એમ બહુવિઘ આયામો દ્વારા કુપોષણ નિવારવા માટે સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. પોષણ માસ દરમિયાન મુખ્ય 6 થીમ પર રાજ્યમાં ઊજવણી કરવામાં આવશે. જેમાં પોષણલક્ષી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરીને નાગરીકોને પોષણ અંગે જાગૃત કરવામાં આવશે.
સ્થૂળતા એ વૈશ્વિક ચિંતાનો વિષય બન્યો છે અને તેનાથી બચવા માટે જાગૃતિ કેળવવી અત્યંત આવશ્યક છે. આ માટે, આપણે આપણા આહારમાં ખાંડ, મીઠું અને તેલનો વપરાશ ઘટાડવા પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ (ઊઈઈઊ) એ બાળકના સર્વાંગી વિકાસ માટે પાયાની જરૂૂરિયાત છે. આ કાર્યક્રમ અંતર્ગત નપોષણ ભી પઢાઈ ભીથ (ઙઇઙઇ) પહેલ શરૂૂ કરવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને પૌષ્ટિક આહારની સાથે સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવાનો છે.
બાળકોના પોષણ અને સાર સંભાળમાં માત્ર માતા જ નહીં પરંતુ પિતા અને પરિવારના અન્ય પુરૂૂષ સભ્યોની ભૂમિકા પણ અત્યંત મહત્વપૂર્ણ છે. પિતા બાળકોની સંભાળ રાખવામાં સહભાગી થાય છે ત્યારે બાળકોમાં સુરક્ષાની ભાવના વધે છે અને તેમનો માનસિક અને ભાવનાત્મક વિકાસ વધુ સારો થાય છે. સ્થાનિક ખાદ્ય પદાર્થો અને ખોરાક પ્રથાઓને પ્રોત્સાહન નવોકલ ફોર લોકલથ એ આત્મનિર્ભર ભારતનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ પહેલ સ્થાનિક ખાદ્ય પદાર્થો અને પરંપરાગત ખોરાક પ્રથાઓને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકે છે. આપણા દેશમાં દરેક પ્રદેશમાં ઉપલબ્ધ વિવિધ પ્રકારના પૌષ્ટિક અને સ્વસ્થ આહાર આધુનિક પ્રોસેસ્ડ ફૂડ કરતાં વધુ ફાયદાકારક છે.
