જામનગર લાલપુર બાયપાસ પાસે આવેલ ભોજલ એન્ટરપ્રાઈઝ નામના કારખાનાના માલિક ઉપર એક શખ્સે છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડતા તેઓને સારવારમાં ખસેડાયા હતા. બીજી તરફ આ બનાવ અંગે ઈજાનો ભોગ બનનાર યુવાનના કુટુંબી ભાઈ દ્વારા ફરિયાદ નોંધાવાતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ જામનગરના લાલપુર બાયપાસ પાસે આવેલ જ્યોત જ્યોતિ પાર્ક ખાતે રહેતાં સંકેતભાઈ પ્રવીણભાઈ નારિયાના કુટુંબી ભાઈના કારખાને અનિલભાઈ નામના વ્યક્તિ સાથે ભરત ચૌહાણ નામનો શખ્સ ઝઘડો કરવા આવેલ. દરમ્યાન કારખાને ઝઘડો કરવાની ના પાડતા ઉશ્કેરાયેલા ભરત ચૌહાણ નામના શખ્સે સંદીપભાઈને ઢીકાપાટુ મારેલ તેમજ છરી વડે હુમલો કરી, પેટના અને વાસાના ભાગે ઈજા પહોંચાડતા સંકેતભાઈ નારિયા દ્વારા પંચકોશી બી ડિવિઝનમાં ભરત ચૌહાણ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવતા એએસઆઈ એમ. એલ. જાડેજા આગળની તપાસ ચલાવી રહયા છે.
લાલપુર બાયપાસ નજીક કારખાનાના માલિક ઉપર શખ્સ દ્વારા છરી વડે હુમલો
જામનગર લાલપુર બાયપાસ પાસે આવેલ ભોજલ એન્ટરપ્રાઈઝ નામના કારખાનાના માલિક ઉપર એક શખ્સે છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડતા તેઓને સારવારમાં ખસેડાયા હતા. બીજી તરફ…
