શહેરના જંગલેશ્ર્વર વિસ્તામાંથી પોલીસે બાતમીના આધારે મકાનમાં દરોડો પાડી 37 હજારના દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ વી.ડી.ડોડીયા, હેડકોન્સ્ટેબલ જયરાજસિંહ કોટીલા, દિલીપ બોરીચા, કોન્સ્ટેબલ વિશાલ દવે સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો દરમિયાન જંગલેશ્ર્વર શેરી નં.17માં રહેતો શહેજાદ અકબર શેખ નામનો શખ્સ પોતાની મકાનની ઓરડીમાં વિદેશી દારૂનું વેંચાણ કરતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી તલાશી લેતા ઓરડીમાંથી વિદેશી દારૂની બોટલ નંગ 12 કિંમત 37080 મળી આવતા પોલીસે દારૂ કબજે કરી આરોપી શહેજાદ શેખની ધરપકડ કરી તેના વિરૂધ્ધ પોહીબીશ એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
