રૈયાધારે જુની અદાવતમાં ટોળાનો આતંક, ત્રણ કારમાં તોડફોડ

કાર ભાડે આપવા માટે બોલાવી સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્સર યુવતી સહિત ડઝનેક શખ્સોએ સોડા બોટલના ઘા કરી ગાડીમાં નુકસાન કર્યુ, પોલીસ ફરિયાદ રાજકોટ શહેરમા દિવસે ને…

કાર ભાડે આપવા માટે બોલાવી સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્સર યુવતી સહિત ડઝનેક શખ્સોએ સોડા બોટલના ઘા કરી ગાડીમાં નુકસાન કર્યુ, પોલીસ ફરિયાદ

રાજકોટ શહેરમા દિવસે ને દિવસે ગુનાખોરી વધતી જાય છે. અવાર નવાર જાહેરમા મારામારી થતી હોવાનાં વિડીયો સોશ્યલ મીડીયામા વાયરલ થાય છે. વિડીયો વાયરલ થયા બાદ પોલીસ દ્વારા પગલા લેવામા આવે છે ત્યારે રાજકોટ શહેરમા આજે સોશ્યલ મીડીયામા રૈયાધારમા 3 ગાડીમા ડઝનેક શખસોએ જુની અદાવતો ખાર રાખી સોડા બોટલનાં ઘા કરી તોડફોડ કરી હતી. આ ઘટનામા સેલ્ફ કાર ભાડે આપતા યુવાને યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમા લેખીત ફરીયાદ આપી છે . આ ઘટનામા પોલીસે જેતપુરની યુવતી સહીતનાં શખસોને સકંજામા લેવા તજવીજ શરુ કરી છે.

વધુ વિગતો મુજબ રાજકોટ શહેરનાં રેલનગરમા રહેતા અને સેલ્ફ કાર ભાડે આપતા પરમવિરસિંહ વિજયસિંહ ઝાલા નામનાં યુવાને જેતપુરની સોશ્યલ મિડીયા ઇન્ફલુએન્સર નીયતી રઘુવંશી, દકુ , રોહીત અને તેનાં સાથેનાં અન્ય દસેક શખસો સામે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમા લેખીતમા ફરીયાદ આપી છે. આ ઘટનામા પીઆઇ પટેલની રાહબરીમા ડી સ્ટાફ દ્વારા આરોપીઓને સકંજામા લેવાની તજવીજ શરુ કરી છે. ફરીયાદી પરમવિરસિંહ ઝાલાએ આક્ષેપો સાથેની લેખીત ફરીયાદમા જણાવ્યુ હતુ કે તેઓ સેલ્ફ કાર ભાડે આપવાનુ કામ કરે છે. તેમને તેમની મીત્ર નીયતી રઘુવંશી જેતપુરવાળીનો કોલ આવ્યો હતો અને તેમણે ગાડી ભાડે જોઇતી હોવાનુ જણાવ્યુ હતુ. આ સમયે નીયતીને ગાડી ભાડે જોઇતી હોય જેથી પરમવિરસિંહ તેમનાં માણસો સાથે ર્સ્કોપીયો કાર , સ્વીફટ કાર અને અન્ય એક કાર લઇ રૈયાધાર વિસ્તારમા પહોંચ્યા હતા. આ સમયે તેમની કારમા જુની અદાવતનો ખાર રાખી દસેક શખસોએ તોડફોડ કરી હતી.

આ ઘટનામા નીયતી રઘુવંશી, દકુ , રોહીત અને અજાણ્યા દસેક શખસો સામેલ છે. ગાડીઓમા સોડા બોટલનાં ઘા કરી નુકસાની કર્યા બાદ આરોપીઓએ ધમકી આપી હતી કે તમને બધાને મારી નાખવાનાં છે. અને તેઓએ ગાળો આપી હતી. આ જાહેરમા ફિલ્મી સ્ટાઇલથી લુખ્ખાગીરી કરી વાહનોમા તોડફોડ કરવાની ઘટનામા વિસ્તારમા રહેતા લોકોમા ભારે ભય ફેલાયો હતો. આ ઘટનાનો વિડીયો પણ સોશ્યલ મીડીયામા વાયરલ થઇ રહયો છે. તેમજ આ બનાવ અંગેની લેખીત ફરીયાદ પરમવિરસિંહ ઝાલાએ યુનિવર્સિટી પોલીસ મથકમા આપતા પોલીસે આરોપીઓને સકંજામા લેવા તજવીજ શરુ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે લુખ્ખા તત્વો દ્વારા જાહેરમા આંતક મચાવવામા આવે છે ત્યારે પોલીસ દ્વારા કોઇ નકકર કાર્યવાહી કરી આવા તત્વોની શાન ઠેકાણે લાવવામા આવે તેવી લોકોમા માંગ ઉઠી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *