મોરબી જિલ્લામાં માદક પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી અને વેચાણને ડામવા માટે પોલીસ તંત્ર સતત સતર્ક હોય ત્યારે મોરબી એસ.ઓ.જી. (સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ) ટીમ દ્વારા વાંકાનેર નજીક આવેલી ભાટીયા સોસાયટીમાં એક રહેણાંક મકાનમાં દરોડો પાડી વનસ્પતિજન્ય માદક પદાર્થ (ગાંજા) ના જથ્થા સાથે એક શખ્સને રંગેહાથ ઝડપી લીધો છે.
બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી એસ.ઓ.જી. ટીમને ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે, વાંકાનેર શહેરની ભાટીયા સોસાયટીમાં રહેતા વસીમભાઇ રફીકભાઇ બ્લોચ નામનો ઈસમ પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં માદક પદાર્થનો જથ્થો છુપાવીને વેચાણ કરતો હોય, જેના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી ઘરમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ એવા ગાંજાનો 935 ગ્રામ જથ્થા (કિંમત રૂૂ. 46,750) સાથે આરોપી વસીમભાઇ રફીકભાઇ બ્લોચની ગાંજા તથા એક મોબાઈલ સહિત કુલ રૂૂ. 51,750 ના મુદ્દામાલ સાથે અટકાયત કરી આ બનાવમાં ઝડપાયેલ આરોપીએ ગાંજાનો જથ્થો મોરબીના અન્ય ઇસમ સોહીલ પઠાણ પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે બંને વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
