જામનગરમાં બેફામ વાહન ચલાવી ભય ફેલાવનાર શખ્સની ધરપકડ

જામનગરના સાતરસ્તા અને લાલ બંગલા થી ટાઉનહોલ તરફના અતિ ધમધમતા માર્ગ ઉપર એક બોલેરો ચાલક, કે જેણે બેફામ ગતીએ પોતાનું વાહન ચલાવ્યું હતું, અને અન્ય…

જામનગરના સાતરસ્તા અને લાલ બંગલા થી ટાઉનહોલ તરફના અતિ ધમધમતા માર્ગ ઉપર એક બોલેરો ચાલક, કે જેણે બેફામ ગતીએ પોતાનું વાહન ચલાવ્યું હતું, અને અન્ય વાહનચાલકો અથવા રાહદારીઓના જીવને જોખમમાં મુકાય તેવી પરિસ્થિતિ ઉભી કરી હતી. જામનગરના પોલીસ વિભાગના કમાન એન્ડ કંટ્રોલ વિભાગના કેમેરામાં આ વાહન ચાલક કેદ થયો હતો. જેથી કમાન્ડ એન્ડ કંટ્રોલ વિભાગની ટીમે આ અંગે ઉચ્ચ પોલિસ અધિકારીઓને જાણ કરી હતી, અને તેના ફૂટેજ ના આધારે વાહનના નંબરો મેળવી લેવાયા હતા.

જામનગરની ટ્રાફિક શાખા દ્વારા તે વાહન ચાલક ની શોધખોળ ચલાવવામાં આવી હતી, અને તે વાહન ના નંબર જી.જે. 10 ટી.વાય.1205 અને બોલેરો વાહન હતું. જેના ચાલકની શોધખોળ કરવામાં આવી હતી, અને પોલીસે વાહન ચાલકને શોધી કાઢી બોલેરો કબજે કરી લીધું હતું, અને તેની સામે ટ્રાફિક નિયમન ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી હતી.

જેની સામે સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં જુદી જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, અને વાહન કબજે કરી લેવામાં આવ્યું છે. જેણે ભવિષ્યમાં આવું કૃત્ય નહીં કરે તેવી પણ પોલીસ સમક્ષ ખાતરી આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *