RTOનો ટેક્સ નહીં ભરનાર વાહન માલિકો સામે લાલ આંખ: 12 ડિટેન કર્યા

  રાજકોટ જિલ્લામાં વાહનોનો ટેકસ નહી ભરનાર માલિકો પર આરટીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. આજે આરટીઓની ડ્રાઇવમાં ટ્રાફીક નિયમનનો ભંગ કરનાર વાહન ચાલકોન વાહનો…

 

રાજકોટ જિલ્લામાં વાહનોનો ટેકસ નહી ભરનાર માલિકો પર આરટીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. આજે આરટીઓની ડ્રાઇવમાં ટ્રાફીક નિયમનનો ભંગ કરનાર વાહન ચાલકોન વાહનો ડિટેઇન કરી અને લાખોનો દંડ વસુલવામાં આવ્યો હતો.

રાજકોટ આર ટી ઓ કચેરી દ્વારા વાહન ટેક્સ ડિફોલ્ટર બાબતે ચેકીંગ હાથ ધરવામાં આવેલ હતું જેમાં કચેરી ના ઇન્સ્પેક્ટર દ્વારા અલગ અલગ સ્થળ ઉપર ચેકિગ હાથ ધરેલ અને કુલ 42 જેટલાં મોટર વાહન કાયદાના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવેલ અને 5,89,873/- નો દંડ કરવાં આવેલ હતો. એચ એ પટેલ અને કે ડી ઝાલાની સયુંકત ડ્રાઈવ થી કુલ 12 જેટલાં ટેક્સ ડિફોલ્ટર વાહનો પકડવામાં આવેલ અને 4,08,873/- જેટલો દંડ કરી ડિટેઇન કરવામાં આવેલ હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે આરટીઓ દ્વારા પખવાડીયા અગાઉ 40થી વધારે શૈક્ષણિક અને ટ્રસ્ટની સંસ્થાઓ તેમજ ઔદ્યોગીક એકમોમાં દોડાવવામાં આવતા વાહનોના બાકી ટેકસ બાબતે નોટીસો ફટકારી હતી. આરટીઓની કાર્યવાહીથી વાહન ચાલકો અને ટેકસ નહીં ભરનાર માલિકોમાં ફફડાટ ફેલાયો છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *