રાજકોટની સગીરાને ઇન્સ્ટાગ્રામમાં ભોળવી દુષ્કર્મ ગુજારનાર નરાધમ ઝડપાયો

શહેરમાંથી સગીર વયની દીકરીઓને સોશિયલ મીડિયાના માધ્યમથી શિકાર બનાવતી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજકોટની એક 15 વર્ષની સગીરાને ઈન્સ્ટાગ્રામ પર પ્રેમજાળમાં ફસાવી,…

શહેરમાંથી સગીર વયની દીકરીઓને સોશિયલ મીડિયાના માધ્યમથી શિકાર બનાવતી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજકોટની એક 15 વર્ષની સગીરાને ઈન્સ્ટાગ્રામ પર પ્રેમજાળમાં ફસાવી, તેની નિર્દોષતાનો લાભ ઉઠાવી લગ્નની લાલચે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે. આ મામલે પ્ર.નગર પોલીસે તાત્કાલિક એક્શન મોડમાં આવીને ગણતરીના કલાકોમાં જ ગોંડલના નરાધમ આરોપી ધવલ રાવરાણીની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, આરોપી ધવલ દિલીપ રાવરાણીએ સગીરા સાથે ઈન્સ્ટાગ્રામ પર સંબંધ કેળવ્યા બાદ તેને લગ્ન કરવાની લાલચ આપીને વિશ્વાસમાં લીધી હતી. ત્યારબાદ સગીરા રાજકોટ શહેરમાં આવેલ એક ટાઉનશીપમાં જ્યાં રહે છે ત્યાં ગઈ તા.27-01-2026 ના ઘસી જઈ સગીરાની મરજી વિરુદ્ધ તેની પર બળજબરીપૂર્વક શારીરિક અડપલાં અને દુષ્કર્મ આચર્યું હતું.

એટલું જ નહીં, જ્યારે ભોગ બનનાર સગીરાએ આ સંબંધ રાખવાની ના પાડી અને આરોપીથી દૂર રહેવાનો પ્રયાસ કર્યો, ત્યારે નરાધમે પોતાનો અસલી રંગ બતાવ્યો હતો. આરોપીએ સગીરાને ડરાવી-ધમકાવીને કહ્યું હતું કે, “જો હવે તું મારી સાથે કોન્ટેક્ટ નહીં રાખે તો તારા પરિવારના સભ્યોને જાનથી મારી નાખીશ. પરિવાર પર આવી પડેલી આફત અને ધમકીથી ડરી ગયેલી સગીરા લાંબા સમય સુધી આ માનસિક અને શારીરિક ત્રાસ સહન કરતી રહી હતી.

અંતે આ સમગ્ર મામલો સગીરાના પરિવાર સામે આવતા, પરિવારે સમય સૂચકતા વાપરી પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં આરોપી ધવલ રાવરાણી વિરુદ્ધ કડક કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી. સગીર વયની બાળકી પર અત્યાચાર ગુજાર્યો હોવાથી પોલીસે આ મામલે પોક્સો એક્ટ તેમજ અન્ય કડક કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.આ ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને પીઆઈ એમ.ડી.મકવાણાની રાહબરીમાં ટીમે ગણતરીના કલાકોમાં જ આરોપી ધવલ રાવરાણીને દબોચી લીધો હતો. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, આરોપી પરિણીત છે અને તે ડ્રાઇવિંગ કામ કરતો હોવાનું ખુલ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *