શહેરના સોની બજારમાંથી પોલીસે ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમતા ગાયત્રીનગરના શખ્સને ઝડપી પાડી કપાત કરાવનારની શોધખોળ હાથ ધરી છે. ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ. દિપક ડાંગર, અરવીંદ ફતેપરા સહીતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમિયાન કોઠારીયા નાકા પોલીસ ચોકી સામે સોની બજારમાં પાર્કીંગની જગ્યામાં ઉભેલો એક શખ્સ મોબાઇલાન ઓનલાઇન એપ્લીકેશનમાં સટ્ટો રમતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી ક્રિપાલસિંહ પ્રવિણસિંહ વાઘેલા (રે.ઢોલરી યાનગર, ગાયત્રીનગર મેઇન રોડ)ને ઝડપી લઇ મોબાઇલની તલાશી લેતા તે લખનૌ અને ગુજરાત વચ્ચે ચાલતી ટી-20 મેચ પર સટ્ટો રમતો હોવાનું જણાતા તેની ધરપકડ કરી કપાત કરાવનાર ગોપાલ ગમારાને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
સોની બજારમાંથી ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમતો શખ્સ ઝબ્બે
શહેરના સોની બજારમાંથી પોલીસે ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમતા ગાયત્રીનગરના શખ્સને ઝડપી પાડી કપાત કરાવનારની શોધખોળ હાથ ધરી છે. ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ. દિપક ડાંગર, અરવીંદ…
