જિલ્લા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ હિતેશ વોરાએ ચાર્જ સંભાળ્યો

પદગ્રહણ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે પરેશ ધાનાણી, લલિત કગથરા, ઋત્વિક મકવાણા, લલિત વસોયા સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિત સમગ્ર દેશમાં રાહુલ ગાંધીની સૂચનાનુસાર કોંગ્રેસ દ્વારા કરાયેલા…

પદગ્રહણ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે પરેશ ધાનાણી, લલિત કગથરા, ઋત્વિક મકવાણા, લલિત વસોયા સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિત

સમગ્ર દેશમાં રાહુલ ગાંધીની સૂચનાનુસાર કોંગ્રેસ દ્વારા કરાયેલા પસંગઠન સુજન અભિયાન અંતર્ગત ગુજરાતમાં સૌ પ્રથમ સંગઠનના નવા માળખા સાથે રાજ્યમાં 41 નવ નિયુક્ત શહેર અને જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ તરીકેની નિયુક્તિ કરવામાં આવી છે. રાજકોટ જિલ્લા પણ તાજેતરમાં ત્રણ દિવસ સુધી એઆઈસીસીના સેક્રેટરી અને જીલ્લા કોંગ્રેસ નિરીક્ષક તરીકે નિમાયેલા હરીશ ચંદ્ર મીના (સાંસદ ટોંક સવાઈ માધોપુર) અને જીપીસીસીના નિયુક્ત કરાયેલા નિરીક્ષકો દ્વારા વિધાનસભા ના પૂર્વ ધારાસભ્ય, પીસીસી ડેલિગેટ્સ, જિલ્લા ના તમામ ફ્રન્ટલ સેલ યૂથ કોંગ્રેસ, એનએસયુઆઈ, મહિલા કોંગ્રેસ, સેવા દળ પ્રદેશના હોદ્દેદારો, વિધાનસભા પ્રભારી તેમજ રાજકોટ જિલ્લા, લોધિકા તાલુકા, પડધરી, કોટડા સાંગાણી, જસદણ સિટી અને વિછિયા તાલુકા, ગોંડલ તાલુકા, જેતપુર સિટી અને જામકંડોરણા તાલુકા, ઉપલેટા સિટી અને ભાયાવદર તાલુકા, ધોરાજી સિટી સહિતના કાર્યકર્તા, હોદ્દેદારોને સાંભળીને તેનો રિપોર્ટ અઈંઈઈને મોકલી આપવામાં આવ્યો હતો.

જેમાં ચર્ચા-વિચારણાના અંતે રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે હિતેશ વોરાની નિમણુંક કરવામાં આવતા તારીખ 16 ને બુધવાર ના રોજ નાગર બોર્ડિંગ ખાતે સાંજે 4:00 વાગ્યે પ્રમુખ તરીકે પદ ગ્રહણ કર્યું હતું. હિતેશ વોરાની નિમણુકના પગલે શુભેચ્છા વર્ષા થઈ રહી છે.

રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે વિધિવત રીતે પૂર્વ પ્રમુખ લલિતભાઈ વસોયા પાસેથી જિલ્લા કોંગ્રેસ પ્રમુખનો ચાર્જ હિતેશભાઇ વોરા એ લીધો હતો. આ પદગ્રહણ સમારોહ કાર્યક્રમ માં મુખ્ય અતિથિ તરીકે પરેશ ધાનાણી લલિત કગથરા અને ઋત્વિક મકવાણા, લલિત વસોયા, શહેનાઝબેન બાબી, રાજવીરસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા, દિનેશભાઇ મકવાણા, ગોવિંદભાઇ સભાયા, સુરેશભાઇ બથવાર ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ જિલ્લાના 11 તાલુકાના શહેર અને તાલુકા પ્રમુખો સર્વશ્રી ભોળાભાઈ ગોહિલ, અવસરભાઈ નાકિયા, ક્રુષ્ણકાન્ત ચોટાઈ, ભૂપતભાઇ કનેરિયા, વીડી વોરા, ગોવિંદભાઇ ડોબરિયા, આશિષભાઈ કુંજડીયા, ઘનશ્યામસિંહ ઝાલા, પંકજભાઈ ગોંડલિયા, વિપુલ બાવરીયા, સુરેશભાઇ ગીડા, ચતુરસિંહ જાડેજા, દિલુભા જાડેજા, કૌશિક પાંભર, નિશિત ખૂંટ, રણજીતભાઈ ગોહિલ, મહેન્દ્રસિંહ જાડેજા, ક્રુષ્ણદ્ત રાવલ, ઠાકરશિભાઇ ગજેરા, ગોપાલ મોરવાડીયા, ગિરીશભાઈ પટેલ, કેતનભાઈ તાળાં, દીપ ભંડેરી, વિજયસિંહ જાડેજા, હેમલ પેસિવાડીયા, ગજેન્દ્રસિંહ ઝાલા, અનિશ જોશી, પ્રવીણભાઈ સોરાણી, યોગેશ પાદરીયા, દિપક ઘવા, નિલેષભાઈ મારૂૂ, મનોજ માદરિયા, સાગર દાફડા, સલિમભાઈ કારિયાણીયા, જીતુભાઈ, અમિતભાઈ, નાગજીભાઇ વિરાણી સહિતના વિશાળ સંખ્યામાં જિલ્લા તેમજ શહેરના કાર્યકર્તા ઉપસ્થિત રહી હિતેશ વોરાને શુભેચ્છા પાઠવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *