ધ્રોલમાંથી પાંચ વર્ષની બાળકીને ઉઠાવી જનાર શખ્સ ઝડપાયો

બાળકીને તબીબી ચકાસણી અર્થે હોસ્પિટલમાં ખસેડાઈ જામનગર જિલ્લાના ધ્રોળ પંથકમાં વાડી વિસ્તારમાંથી પાંચ વર્ષની બાળકીનું અપહરણ થયું હતું, અને તેણીને ઉઠાવી જનાર બાજુની વાડીમાં કામ…

બાળકીને તબીબી ચકાસણી અર્થે હોસ્પિટલમાં ખસેડાઈ

જામનગર જિલ્લાના ધ્રોળ પંથકમાં વાડી વિસ્તારમાંથી પાંચ વર્ષની બાળકીનું અપહરણ થયું હતું, અને તેણીને ઉઠાવી જનાર બાજુની વાડીમાં કામ કરતા મૂળ મધ્ય પ્રદેશ કાજુ હટુ બુંદેલીયા સામે અપહરણની ફરિયાદ નોંધાવી હતી.

ધ્રોલ પોલીસ દ્વારા આ મામલે તુરતજ તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો હતો, અને જુદા જુદા સીસીટીવી કેમેરાઓ મારફતે ડબલ સવારી બાઈકમાં બાળકી ને વચ્ચે બેસાડીને લઈ જતા સીસીટીવી ફૂટેજ મળ્યા હતા. જે અંગે ઊંડાણપૂર્વકની તપાસ બાદ પાંચ વર્ષની બાળકી સાથે કાજુ હટુ બૂંદેલીયા પોલીસના શકંજામાં આવી ગયો છે, જેને ધ્રોલ પોલીસ મથકમાં લઈ આવ્યા બાદ ઘનિષ્ઠ પૂછપરછ ચલાવાઈ રહી છે. ઉપરાંત તેની સાથે રહેલી પાંચ વર્ષની બાળકીને ધ્રોળની સરકારી હોસ્પિટલમાં લઈ જઈ તેની તબીબી ચકાસણી કરવામાં આવી રહી છે.

પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપી બાળકીનો કુટુંબ મામો થતો હોવાનું જણાવ્યું હતું, અને બાળકીને ખાવા પીવાની ચીજ વસ્તુ લઈ દેવા માટે પોતે પડધરી ટાઉનમાં આવી રહ્યો હતો, અને રસ્તામાં એક બાઈક સવાર ધ્રોળ તાલુકાના ગરેડીયા ગામના એક યુવાન પાસેથી લિફ્ટ માગી હતી, અને તેમાં પાછળ બેસીને ગયો હોવાનું જણાવ્યું હતું. પોલીસ દ્વારા બાઈક સવારની પણ પૂછપરછ ચલાવવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *