બિયરના જથ્થા સાથે જોગવડનો શખ્સ પકડાયો

  જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે જોગવડ ગામમાં જોષીપરા વિસ્તારમાં રહેતા એક શખ્સના મકાન પર દરોડો પાડી 62 નંગ બીયરના ટીન કબજે કર્યા છે,…

 

જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે જોગવડ ગામમાં જોષીપરા વિસ્તારમાં રહેતા એક શખ્સના મકાન પર દરોડો પાડી 62 નંગ બીયરના ટીન કબજે કર્યા છે, અને મકાન માલિકની અટકાયત કરી છે. જેની પૂછપરછ માં બિયરનો જથ્થો ધ્રાંગધ્રા થી આયાત થયો હોવાનું કબુલતાં ત્યાંના એક શખ્સને સપ્લાયર તરીકે ફરારી જાહેર કરાયો છે.જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે જોગવડ ગામમાં જોશી પરા વિસ્તારમાં રહેતા અનિલ જેરામભાઈ પંચાસરા ના રહેણાક મકાનમાં બિયરનો જથ્થો ઉતારવામાં આવ્યા છે, જે બાતમી ના આધારે ગઈકાલે એલસીબી ની ટુકડી એ દરોડો પાડ્યો હતો, તે દરોડા દરમિયાન મકાનમાંથી 62 નંગ બિયરના ટીમ મળી આવ્યા હતા.

જેથી પોલીસે રૂૂપિયા 7,750 ની કિંમતના બિયરના ટીન તેમજ મોબાઇલ ફોન સહિત રૂૂ.12,700 ની માલમતા કબજે કરી લઈ મકાન માલિક અનિલ જેરામભાઈ પંચાસરા ની અટકાયત કરી લીધી છે. જેની પૂછપરછમાં બિયરનો જથ્થો સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ના વતની સંજય ખવાસ નામ ના શખ્સ એ સપ્લાય કર્યો હોવાથી તેને ફરારી જાહેર કરી તપાસનો દોર સુરેન્દ્રનગર તરફ લંબાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *