બાલભવનના ગેટ પાસેથી ચાંદીના વેપારીના અકિટવાની ડેકીમાંથી રૂૂ.42 હજારની રોકડ તફડાવી લેનાર રામનાથપરાના શખ્સને પ્ર.નગર પોલીસે ઝડપી પાડી રોકડ રૂૂ.38300 તથા બાઈક સહિત રૂૂ.63300 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીને નશો કરવાની કુટેવ હોય તેના માટે ચોરી કર્યાની કબૂલાત આપી હતી.પ્રાપ્ત વિગત મુજબ, નાનામવા સર્કલ પાસે કરણપાર્ક મેઇન રોડ પર રહેતા અને રણછોડનગરમાં આર્યનગર 14 માં ચાંદીકામની દુકાન ધરાવનાર ચેતનભાઇ શિવાલાલભાઈ ઉધાડ(ઉ.વ.42) દ્વારા પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.18 ના સવારના આઠેક વાગ્યા આસપાસ તેઓ રેસકોર્સ બાલભવન પાસે વોકિંગ કરવા માટે ગયા હતા. તેમણે પોતાનું એકટિવા નં. જીજે 3 એફપી 2483 બાલભવનના ગેટ પાસે પાર્કિંગમાં પાર્ક કર્યું હતું. એકટીવાની ડેકીમાં રૂૂમ.42 હજાર રોકડ રાખી હતી.
વોકિંગ કર્યા બાદ નવેક વાગ્યે પરત ત્યાં આવતા એકટિવાની ડેકી ખુલ્લી જોવા મળી હતી, જેથી તેમાં ચેક કરતા ડેકીમાં રાખેલ રોકડ રૂૂમ2 હજાર તથા આધારકાર્ડ જોવા મળ્યું ન હતું. જેથી આ અંગે તેમણે પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.ચોરીના આ બનાવને લઇ પ્ર.નગર પોલીસ મથકના પીઆઈ વી.આર.વસાવાની રાહબરી હેઠળ પીએસઆઇ એમ.જે.વરૂૂ તથા ટીમે તપાસ હાથ ધરી હતી. દરમિયાન કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પરમાર અને તૌફિકભાઈ જુણાચને મળેલી બાતમીના આધારે આ ચોરીમાં રામનાથપરા શેરી નંબર-5 હલીના મંઝિલ સામે રહેતા મહેશ પરબતભાઈ સરવૈયા (ઉ.વ.42) ને ઝડપી લીધો હતો.
ઝડપાયેલા આરોપી પાસેથી રોકડ રૂૂ.38300 તથા બાઈક સહિત રૂૂ.63300 નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. આરોપી રેસકોર્સ પાસે આંટાફેરા કરતો હતો. દરમિયાન અહીં એકટિવાની ડેકીમાંથી રોકડ રકમ ચોરી તફડાવી લીધી હતી. પોલીસે જણાવ્યું હતું કે, આરોપી મજૂરી કામ કરતો હોય અને તેને નશો કરવાનું વ્યસન હોય નશાના વ્યસન માટે ચોરી કર્યાનું રટણ કર્યું હતું. આ અંગે પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી છે.
