રાજકોટમાં વધુ એક ચાંદીના વેપારી પાસેથી રૂા. 6.80 લાખના કડા લઇ શખ્સ ફરાર

હાલ મંદીના માર વચ્ચે છે સોના ચાંદીના વેપારીઓ સાથે છેતરપિંડી થતી હોવાની ફરિયાદો પોલીસ મથકમાં નોંધાઇ રહી છે.ત્યારે રાજકોટ શહેરમાં વધુ એક ફરિયાદ બી ડિવિઝન…

હાલ મંદીના માર વચ્ચે છે સોના ચાંદીના વેપારીઓ સાથે છેતરપિંડી થતી હોવાની ફરિયાદો પોલીસ મથકમાં નોંધાઇ રહી છે.ત્યારે રાજકોટ શહેરમાં વધુ એક ફરિયાદ બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધવામાં આવી છે.શહેરમાં રહેતા અને ચાંદીનો વ્યવસાય કરતા વેપારી સાથે શખસે પરિચય કેળવી પોતે એજન્ટ હોય અને ટૂર કરીને અન્ય રાજ્યોમાં ચાંદીનો માલ વેચતા હોવાનું કહી વિશ્વાસમાં લઈ વેપારી પાસેથી હાથમાં પહેરવાના પંજાબી કડા 260 નંગ કિં.રૂૂ. 6.80 લાખનો માલ લઈ જઈ પૈસા કે માલ પરત ન આપી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ કરી છે.

વધુ વિગતો મુજબ,પેડક રોડ પર આવેલા સેટેલાઈટ ચોક ગાંધી સ્મૃતિ-રમાં રહેતા અને ઘરે બેઠા ચાંદીનું કામ કરતા મુકેશભાઈ ઘેલાભાઈ ડાભીએ બી-ડિવીઝન પોલીસમાં ભોમેશ્વર પાસે શ્રમજીવી સોસાયટી-12માં રહેતા મહેશ ઉકા ઠુમર સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ-2025માં તેનો કાકાનો દીકરા સાથે એક ભાઈ આવેલ જેની ઓળખાણ મહેશભાઈ તરીકે આપેલ જેથી પુત્રએ મહેશની દુકાનનું વિઝીંટીંગ કાર્ડ માંગતા પોતે મોરબી રોડ સેટેલાઈટ ચોક ખાતે રહેતો હોય અને સોનીબજાર માંડવી ચોકમાં હોલસેલની ચાંદીની દુકાન ધરાવી એજન્ટ તરીકે ચાંદીનો તૈયાર માલ અન્ય રાજ્યોમાં ટૂર કરી વેચાણ કરતો હોવાનું જણાવી કહ્યું કે, મારો વ્યવહાર એક હાથે પૈસા દેવાનો અને બીજા હાથે માલ લેવાનો છે. જેથી હું કોઈ વિઝીંટીંગ કાર્ડ રાખતો નથી કહી વિવિધ સાઈઝના પંજાબી હાથમાં પહેરવાના કડા 260 નંગનો ઓર્ડર આપેલ હતો.

જે માલ 10 દિવસમાં તૈયાર થઈ જતા શખસ દુકાને આવીને માલ લઈ ગયો હતો. જેની સામે તે ચાંદીના ચોરસા આપવાની વાત કરેલ. પરંતુ અવારનવાર વાયદાઓ આપી 260 નંગ પંજાબી કડાની કિંમત રૂૂ. 6.80 લાખ કે ચાંદીના ચોરસા ન આપી છેતરપિંડી આચરી હોવાનું જણાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *