ચંપકનગર કા રાજા પંડાલ નજીક માતાએ તેડેલા પુત્રના હાથમાંથી કડલી ખેંચી શખ્સ ફરાર

પેડક રોડ પર ચંપકનગર કા રાજાના દર્શન કરી પત્ની અને 10 માસના પુત્ર સાથે પરત જતાં અવધ શ્યામભાઈ મકવાણા (ઉ.વ.25, રહે. સિલ્વર નેસ્ટ સોસાયટી, ભાવનગર…

પેડક રોડ પર ચંપકનગર કા રાજાના દર્શન કરી પત્ની અને 10 માસના પુત્ર સાથે પરત જતાં અવધ શ્યામભાઈ મકવાણા (ઉ.વ.25, રહે. સિલ્વર નેસ્ટ સોસાયટી, ભાવનગર રોડ)ના પત્નીએ તેડેલા તેના પુત્રના હાથમાંથી અજાણ્યો શખ્સ રૂૂા.80 હજારની સોનાની કડલી ખેંચી ચિલઝડપ કરી ભાગી ગયાની બી-ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. સિલ્વર નેસ્ટ સોસાયટી શેરી નં.3ના ખૂણે રહેતા અને ડીશ કનેકશનનું કામ કરતો અવધ ગઈ તા. 1ના પત્ની પાયલ અને 10 માસના પુત્ર માલવ સાથે પેડક રોડ પર સ્થિત ચંપકનગર કા રાજા ગણેશ પંડાલ ખાતે દર્શન કરવા ગયો હતો.

એકાદ કલાક બાદ તે જયા વાહન પાર્ક કર્યું હતું તે સ્થળે પગપાળા જવા રવાના થયા હતા. આ સમયે પંડાલથી થોડેદુર પાછળથી ધસી આવેલા અજાણ્યા શખ્સે તેની પત્નીએ તેડેલા તેના પુત્રના હાથમાં પહેરેલ રૂૂા.80 હજારની સોનાની કડલી હાથમાંથી ખેંચી ચિલઝડપ કરી ભાગી ગયો હતો. તેને પકડવા પ્રયાસ કર્યો હતો.પરંતુ તે ભીડનો લાભ લઈ નાસી જતા અંતે ફરિયાદ નોંધાવતા બી-ડિવીઝન પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *