કોઠારિયા સોલવન્ટમાં યુવાન પર નવ શખ્સોનો હુમલો, હાથ-પગ ભાંગી નાખ્યા

ઘવાયેલા યુવાનને કપાળ પર દસ ટાંકા આવ્યા : રાયોટીંગ, હત્યાનો પ્રયાસ અને મારામારીની કલમ હેઠળ કાર્યવાહી જૂની અદાવતનો ખાર રાખી મિત્રએ જ ટોળકી રચી તૂટી…

ઘવાયેલા યુવાનને કપાળ પર દસ ટાંકા આવ્યા : રાયોટીંગ, હત્યાનો પ્રયાસ અને મારામારીની કલમ હેઠળ કાર્યવાહી

જૂની અદાવતનો ખાર રાખી મિત્રએ જ ટોળકી રચી તૂટી પડ્યા

રાજકોટ શહેરમા પોલીસની ઓસરતી ધાકને કારણે લુખ્ખા તત્વો દ્વારા અવાર નવાર જાહેરમા મારામારી અને હથીયાર કાઢી ધમકી આપવા અંગેની ફરીયાદો અને અવાર નવાર વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે કોઠારીયા સોલવન્ટ વિસ્તારમા જુની અદાવતનો ખાર રાખી યુવાન પર તેમનાં જ મીત્રએ ટોળકી રચી 9 શખસોએ હથીયાર વડે ખુની હુમલો કરી યુવાનનાં હાથ – પગ ભાંગી નાખ્યા હતા અને કપાળ પર ગંભીર ઇજા કરતા તેમને 10 ટાકા આવ્યા હોવાનુ જાણવા મળ્યુ છે . હાલ યુવાનને ગંભીર હાલતમા સિવીલ હોસ્પીટલમા ખસેડવામા આવ્યો છે અને આરોપીઓ વિરુધ્ધ તાલુકા પોલીસ મથકમા રાયોટીંગ, હત્યાનો પ્રયાસ અને મારામારી સહીતની કલમ હેઠળ ગુનો નોંધવામા આવ્યો હતો.

વધુ વિગતો મુજબ કોઠારીયા સોલવન્ટમા સુંદરમ સ્કુલની પાછળ બરકાતી નગર શેરી નં 14 મા રહેતા અને મજુરી કામ કરતા મુળ ઉતર પ્રદેશનાં વતની રાજનભાઇ રામકેદારભાઇ કુશવાહા નામનાં 18 વર્ષનાં યુવાને પોતાની ફરીયાદમા આશીફ અંસારી, આસીફનો ભાઇ જુનેદ , આસીફનો બીજો ભાઇ અસરફ, આસીફનો સબંધી અલી અને અજાણ્યા પાંચ શખસો વિરુધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે તમામ સામે રાયોટીંગ, હત્યાનો પ્રયાસ, મદદગારી કરવી અને મારામારી સહીતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો આ ઘટનામા ફરીયાદી રાજને જણાવ્યુ હતુ કે તેઓ હાલ મજુરી કરે છે અને પરીવાર સાથે રહે છે.

ગઇકાલે તા. 3 નાં રોજ બુધવારે રજા હોવાથી તેઓ અને પરીવાર ઘરે હતા . ત્યારે તેમનાં ભાઇ રવીનો મીત્ર આસીફ જે તેમનાં વિસ્તારમા રહેતો હોય તેમનાં સબંધી અલીનો 3 વર્ષનો પુત્ર તોફાન કરતો હોય જેથી તેમને રવી ખીજાયેલ હતો જેથી આ બાબતનો મનદુખ રાખતા આ બાબતે સમાધાન પણ થયુ હતુ તેમ છતા ગઇકાલે સાંજનાં સમયે રાજનનાં ભાભીની તબીયત સારી ન હોવાથી તેમનો મોટો ભાઇ રાકેશ ચાલીને દવા લેવા જતા હતો ત્યારે સુંદરમ સ્કુલનાં ગેટ પાસે પહોંચતા રાજને અગાસીએ પગથીયા ચડતો હોય ત્યારે તેમણે જોયુ કે રાકેશ પાસે એક લાલ કલરની ગાડી આવીને ઉભી રહી હતી . અને તેમાથી અજાણ્યા શખસો હથીયાર લઇ ઉતર્યા હતા . તેમજ ત્યાથી થોડે દુર આસીફ ઉભો હોય તે પણ છરી લઇ રાકેશ પાસે પહોંચ્યો હતો અને રાકેશ પર આસીફ સહીતનાં શખસોએ આડેધડ ધોકા – પાઇપથી હુમલો કર્યો હતો.

આ સમયે આસીફે રાકેશને ગળા પર છરી રાખી કહયુ કે આજે તને પતાવી દેવો છે. અને છરીનાં ઘા ઝીકયા હતા ત્યારબાદ તેની સાથેનાં અજાણ્યા શખસોએ આજે તો આનો નીકાલ કરી નાખવો છે તેમ કહી ઢીકા પાટુનો માર માર્યો હતો . ત્યારબાદ દેકારો થઇ જતા આરોપીઓ ત્યાથી નાસી ગયા હતા. અને રાકેશને સારવાર માટે સિવીલ હોસ્પીટલે ખસેડવામા આવતા તેનાં હાથ પગમા ફ્રેકચર થયુ હતુ અને કપાળ પર 10 ટાકા આવ્યા હોવાનુ જાણવા મળ્યુ હતુ આ મામલે તાલુકા પોલીસ મથકનાં એએસઆઇ નીલેશભાઇ ચાવડાએ આરોપીઓને પકડવા તજવીજ શરુ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *